રાજકોટ
News of Monday, 9th November 2020

ગુજસીટોક કાયદા હેઠળ પકડાયેલ જામનગરના વકીલ સહિત ત્રણ આરોપીની જામીન અરજીની આજે સુનાવણી

ગુજસીટોક કાયદો અમલમાં આવ્યા પહેલાનો ગુનો છેઃ તેથી આ કાયદાની અમલવારી હાલના કેસમાં યોગ્ય નથીઃ બચાવપક્ષ

રાજકોટ તા. ૯: જામનગરના ચકચારી ગુજસીટોક કાયદા હેઠળ પકડાયેલા એડવોકેટ વસંતરાય લીલાધર માનસાતા, પ્રફુલ પોપટ અને જીગર આડતીયાએ જામીન પર છુટવા કરેલ અરજીની આજે કોર્ટમાં સુનાવણી હતી.

આ કામે એડવોકેટ વસંતરાય માનસાતા એ કરેલ જામીન અરજીમાં એવી રજુઆત કરવામાં આવેલ છે કે, પોતે વકીલ તરીકેની કામગીરી બજાવેલ છે. અસીલ જે માહિતી આપે તે મુજબ તેના વતી કાર્યવાહી કરેલ છે.

આ કામે જે ગુનાઓ નોંધાયા છે. તે ઓકટોબર ૧૯ પહેલાના ગુનાઓ છે. ગુજસીટોકનો કાયદો ૧-૧ર-૧૯ થી અમલમાં આવ્યો છે. તેથી આ કાયદા હેઠળ અગાઉ નોંધાયેલ ફરીયાદોમાં કાયદાની અમલવારી કરી શકાય નહિં.

આવા કેસમાં ગુજરાત હાઇકોર્ટે પણ અરજદારોને વચગાળાના જામીનના હુકમો કરેલ છે. જેને ધ્યાને લઇને નવા કાયદા હેઠળ ગુજસીટોકનો ગુનો નોંધેલ છે. તે બંધારણના સિધ્ધાંત વિરૂધ્ધ છે.

અરજદાર વકીલ વસંતભાઇ તરફે જે કાર્યવાહી થયેલ છે. તેની હાલના કેસમાં આ ગુજસીટોક કાયદાની કાર્યવાહી યોગ્ય નથી.

આ કામે એડવોકેટ માનસાતા વતી, એડવોકેટ કમલેશ શાહ, જીજ્ઞેશ શાહ વિગેરે રોકાયા છે. સરકારપક્ષે સ્પે. પી.પી. સંજયભાઇ વોરા રોકાયા છે.

(2:55 pm IST)