રાજકોટ
News of Monday, 9th November 2020

બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા ૧૬, માસ્ક પહેર્યા વગરના ૯ લોકો પોલીસની ઝપટે ચડયા

કાર અને રીક્ષામાં વધુ મુસાફરો બેસાડીને નીકળેલા ૮ ચાલકો દંડાયા

રાજકોટ તા. ૯ : શહેરમાં કોરોના મહામારીના પગલે જાહેર કરાયેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. જેમાં ગઇકાલે જુદા જુા વિસ્તારમાં બે જવાબદાર બનીને બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા તથા માસ્ક પહેર્યા વગર અને રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડી નીકળેલા ચાલકો સામે જાહેરનામાં ભંગની કાર્યવાહી કરી છે.

મળતી વિગત મુજબ કોરોના મહામારીમાં વાયરસનું સંક્રમણને અટકાવવા માટે પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે જાહેર કરેલા જાહેરનામાના અમલ માટે પોલીસ સક્રિય કામગીરી કરી રહી છે. છતાં કેટલાક લોકો સુધરવા તૈયાર થતા નથી બેદરકાર બનીને માસ્ક પહેર્યા વગરજ નીકળી પડે છે. તેમજ બાઇક પર ત્રીપલ સવારી નીકળનારા અને રીક્ષા કે કારમાં વધુ મુસાફરો બેસાડીને નીકળનારા ચાલકો પણ જાહેર નામાના નિયમોનો ભંગ કરી રહ્યા છે જયારે ગઇકાલે પોલીસે જુદા-જુદા વિસ્તારમાં બાઇક પર માસ્ક પહેર્યા વગર ત્રીપલ સવારી નીકળનારા ૧૬ તથા માસ્ક પહેર્યા વગર નીકળનારા ૯ અને રીક્ષામાં બેથી વધુ મુસાફરોને બેસાડી સોશ્યલ ડીસ્ટન્ટ ન જાળવી નીકળનારા ૧૮ રીક્ષા ચાલકોને પકડી જાહેરનામા ભંગની કાર્યવાહી કરી હતી.

(2:54 pm IST)