રાજકોટ
News of Monday, 9th November 2020

ધોરણ ૧૦ અને ૧૨ પછીના અભ્યાસ ક્રમો તથા ફોટોગ્રાફીના કોર્ષ માટે સ્કોલરશીપ

તિપહિયા સમુદાયના ડ્રાઇવર્સ કે ટ્રક માલિકો તથા કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના બાળકો માટે શિષ્યવૃતિ ઉપલબ્ધ : ડીપ્લોમા, ITI, ડીગ્રી એન્જીનીયરીંગ, ફોટોગ્રાફી, ગ્રેજ્યુએશન વિગેરે અભ્યાસ ક્રમો માટે આર્થિક સહયોગ

રાજકોટ,તા.૯ : માહિતી અને ટેકનોલોજીની આ સદીમાં દિવસે-દિવસે શિક્ષણનું મહત્વ ખૂબ જ વધી રહ્યું છે. ઉચ્ચ શિક્ષણ અને બ્રાઇટ ફયુચર એ બંને એક સિક્કાની બે બાજુ જોવા મળે છે. હાલમાં જીવનોપયોગી શિક્ષણ મેળવવા માટે વિવિધ સંસ્થા દ્વારા સ્કોલરશીપ પણ આપવામાં આવી રહી છે. આ શિષ્યવૃતિઓની વિગતો ઉપર એક નજર કરીએ તો...

* પિયાજીયો 'શિક્ષાએ સમૃધ્ધિ'

સ્કોલરશીપ ફોર કલાસ/૧૦/૧૨ પાસ (ડીપ્લોમા) સ્ટુડન્ટસ ૨૦૨૦-૨૧ અંતર્ગત પિયાજીયો વ્હીકલ્સ પ્રાઇવેટ લિમિટેડ (PVPL), તિપહીયા સમુદાયના ડ્રાઇવરો/ માલિકોના બાળકો પાસેથી અરજી મંગાવવા આવી છે, કે જેઓએ ધોરણ ૧૦ અથવા ૧૨ પાસ કરેલ હોય. ITI/ પોલિટેકનિક/ ડીપ્લોમાનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ શિષ્યવૃતિનો લાભ લઇ શકે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

તપહિયા સમુદાયના ડ્રાઇવરો અથવા માલિકોના બાળકો/ કુંટુંબના સભ્યો (વોર્ડ) કે જેઓ ધોરણ ૧૦ અથવા ધોરણ ૧૨માં ઓછામાં ઓછા ૫૫ ટકા સાથે પાસ થયા હોય તેઓ અરજીપાત્ર છે. વિદ્યાર્થીઓની કૌટુંબિક વાર્ષિક આવક રૂપિયા ૩ લાખ કે તેથી ઓછી હોવી જોઇએ અને વિદ્યાર્થીઓ ભારતની કોઇપણ માન્ય સંસ્થામાં ITI/ પોલિટેકનિક/ ડીપ્લોમાનો અભ્યાસક્રમમાં ભણતા હોવા જોઇએ. પસંદ થયેલ ઉમેદવારોને કુલ ફી ના ૮૦ ટકા અથવા પ્રતિવર્ષ વધુમાં વધુ ૨૦ હજાર રૂપિયા સુધીની શિષ્યવૃતિ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૧૫/૧૧/૨૦૨૦ છે.

- અરજી કરવા માટેની લિંક

WWW.b4s.in/ akila/ PSD1

* નિકોન સ્કોલરશીપ પ્રોગ્રામ ૨૦૨૦ અંતર્ગત નિકોન ઇન્ડીયા પ્રાઇવેટ લી. દ્વારા ફોટોગ્રાફી કોર્ષમાં અભ્યાસ કરતા ધોરણ ૧૨ પાસ વિદ્યાર્થીઓને આ શિષ્યવૃતિ આપવામાં આવી રહી છે. ફોટોગ્રાફી કોર્ષનો અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓ આર્થિક સહયોગ ઇચ્છતા હોય તેઓને આ શિષ્યવૃતિ આપવામાં આવે છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧૨ પાસ કરેલા જે વિદ્યાર્થીઓ ૩ મહિના અથવા તેનાથી વધુ સમયવાળા ફોટોગ્રાફીના કોર્ષમાં અભ્યાસ કરે છે અને જેઓના પરિવારની વાર્ષિક આવક ૬ લાખ રૂપિયાથી ઓછી હોય તે વિદ્યાર્થીઓ તારીખ ૩૦/૧૧/૨૦ સુધીમાં ઓનલાઇન અરજી કરી શકે છે. પસંદ થનાર વિદ્યાર્થીઓને રૂપિયા એક લાખ સુધીનો આર્થિક સહયોગ મળવાપાત્ર થશે.

- અરજી કરવા માટેની લિંક

WWW.b4s.in/ akila/ NSP3

STFC મેરીટોરીયસ સ્કોલરશીપ પ્રોગ્રામ અંતર્ગત શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ કંપની લી. દ્વારા દેશના આર્થિક સહયોગ ઇચ્છતા કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સના  પરિવારોના તેજસ્વી વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ ૧૦ તથા ૧૨ પછી પ્રોફેશનલ ડીગ્રી કોર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ ચાલુ રાખી શકે અને દર વર્ષે સ્કોલરશીપ મેળવી શકે તેવો હેતુ આ શિષ્યવૃતિનો છે.

- અરજી કરવા માટેની પાત્રતા

ધોરણ ૧૦ તથા ૧૨માં ઓછામાં ઓછા ૬૦ ટકા કે તેથી વધુ લાવનાર વિદ્યાર્થીઓ કે જેઓ હાલમાં ડીપ્લોમાં, ITI, પોલિટેકિનક વિગેરેમાં અભ્યાસ કરે છે. અથવા તો ત્રણ અને ચાર વર્ષના ગ્રેજ્યુએશન કે એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થી છે તેઓ અરજીપાત્ર છે. અરજી કરનાર વિદ્યાર્થીઓના વાલી કોમર્શીયલ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર્સ હોવા જોઇએ તથા તેઓની કૌટુંબિક વાર્ષિક આવક ૪ લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઇએ.

પસંદ થનાર વિદ્યાર્થીઓને વધુમાં વધુ ત્રણ વર્ષ સુધીના ITI, પોલિટેકિનક  કે ડીપ્લોમાં કોર્ષ માટે વાર્ષિક ૧૫ હજાર રૂપિયા તથા ત્રણ થી ચાર વર્ષ સુધીના ગ્રેજ્યુએશન અને એન્જીનીયરીંગ ડીગ્રી પ્રોગ્રામના વિદ્યાર્થીઓને ૩૦ થી ૩૫ હજાર રૂપિયા સુધીની સ્કોલરશીપ મળવાપાત્ર થશે. ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ ૩૧/૧૨/૨૦૨૦ છે.

- અરજી કરવા માટેની લિંક

WWW.b4s.in/ akila/ STFC1

ઉજ્જવળ તથા ઉચ્ચ કારકીર્દી બનાવવા માટે હાલમાં ઉપયોગી સ્કોલરશીપ મળી રહી છે. ત્યારે યોગ્ય લાયકાત, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ માટે કાંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રધ્ધા રાખીને જલ્દીથી અરજી કરી દો. સાચી નિતી થી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે. સૌને ઓલ ધ બેસ્ટ

(2:53 pm IST)