રાજકોટ
News of Monday, 9th November 2020

વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ તરીકે અહેસાનભાઇ ગડાવાળા બિનહરીફ

રાજકોટ WMO સીટી ચેરમેન આકબાણી દ્વારા આવકાર

રાજકોટ તા. ૯: વિશ્વભરમાં વસતા મેમણ સમાજની વિશ્વ વ્યાપી સંસ્થા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઇઝેશનની મુંબઇ ખાતે યોજાયેલી ચૂંટણીમાં પ્રમુખ તરીકે હાજી અહેસાનભાઇ ગડાવાળા બિનહરીફ ચૂંટાઇ આવતા ચોમેર ખુશી વ્યાપી છે ત્યારે આ પ્રસંગેહ ાજર રહેલા વર્લ્ડ મેમણ ઓર્ગેનાઈઝેશનના રાજકોટના સીટી ચેરમેન અને જાણીતા મુસ્લીમ અગ્રણી જનાબ હાજી હનીફભાઇ હાજી ઇસ્હાકભાઇ આકબાણી (રાજકોટ) એ હાજી અહેસાનભાઇ ગડાવાળાની વરણીને આવકારી તેને મેમણ સમાજની પ્રગતિનું એક આવકારદાયક પગલું ગણાવ્યું છે.

આ ઉપરાંત સંસ્થાના જનરલ સેક્રેટરી તરીકે શબ્બીર પટકા, ટ્રેઝરર તરીકે હસીન અઘાડી અને લેડીઝ વિન્ગના ચેરપરસન તરીકે મસીલા નવીવાલા ત્થા લેડીઝ વિન્ગના કો-ચેરપર્સન પદે રઝીયાબાઇ ચશ્માવાલા વરણી પામ્યા હતા.

(1:07 pm IST)