રાજકોટ
News of Saturday, 9th November 2019

મુખ્યમંત્રી રૂપાણીએ રાજકોટમાં પૂ, મહંતસ્વામીના શુભેચ્છા- આશિષ મેળવ્યા :સ્વામિનારાયણ મંદિરમાં જલાભિષેક અને પૂજન-દર્શન કર્યા

 

રાજકોટ:મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના રાજકોટ પ્રવાસ દરમ્યાન કાલાવાડ રોડ સ્થિત (બી.એ.પી.એસ) અક્ષર મંદિરમાં સંસ્થા વડા પૂ મહંત સ્વામીના દર્શન કરી શુભઆશિષ પ્રાપ્ત કર્યા હતા.

  આ પ્રસંગે સંસ્થાના સંતો દ્વારા કીર્તન અને આરાધના કાર્યક્રમ પ્રસંગે ધર્મસભાને સંબોધન કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે રામ મંદિર અંગે ઘણા વર્ષોથી ચાલતા વિવાદનો સુપ્રિમ કોર્ટના અંતીમ નિર્ણય સાથે અંત આવ્યો છે. આવનારા દિવસોમાં શક્તિ સામર્થ્ય સાથે ગુજરાત વધુ વિકાસ સાધે એવા પૂજ્ય મહંત સ્વામીના આશીર્વાદ પ્રાપ્ત થયા છે ત્યારે સૌનો સાથ સૌનો વિકાસએ મંત્ર સાથે છેલ્લા બે દાયકામાં ગુજરાત સમગ્ર ભારતમાં ગ્રોથ એન્જિન સાથે આગળ વધી રહ્યું છે અને હજુ વધુ સારી રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે એ દિશામાં પ્રયત્નો થઇ રહ્યા છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ઉપસ્થિત દેશ વિદેશના હરીભકતોને ઉદબોધનમાં ગુજરાત વિશે વાત કરતા કહયુ હતું કેભારતમાં થતાં સીધા વિદેશી મુડી રોકાણમાં ૪૦ ટકા હિસ્સો ગુજરાત રાજયમાં થઇ રહયો છે. આમ ગુજરાત મુડીરોકાણની તક પુરી પડનારૂ રાજય છે. શાંત-સૌમ્ય-ગાંધી- સરદાર અને સંતોનું ગુજરાત વધુ સારી રીતે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેએ દિશામાં સરકાર પ્રયત્નો કરી રહી છે.

 શરૂઆતમાં મુખ્યમંત્રીએ પૂજ્ય મહંત સ્વામીને પુષ્પમાળા અર્પણ કરી આશિર્વાદ મેળવ્યા હતા અને પૂજ્ય મહંત સ્વામી એ પણ મુખ્યમંત્રીનું ફુલહાર થી સ્વાગત કરીને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતું અને નવા વર્ષ નિમિતે મહંત સ્વામીશ્રીએ મુખ્યમંત્રીને મીઠુ મોઢુ કરાવ્યુ હતું તેમજ મુખ્યમંત્રીશ્રીએ પુજા અર્ચન કર્યા હતા.

 આ પ્રસંગે ગુરૂવર્ય ત્યાગવલ્લભ સ્વામીકોઠારી સ્વામી વગેરે અનેક સંતો મહંતો તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા ,ધારાસભ્ય  ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન  ધનસુખભાઇ ભંડેરી, ડો. વિજયભાઈ દેસાણી નીતિનભાઈ ભારદ્રાજ ,કમલેશભાઈ મીરાણ રાજુભાઇ ધ્રુવ, વગેરેએ સંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા જયારે પોલીસ કમિશનર નોજ અગ્રવાલ કલેકટર રેમ્યા મોહન, મ્યુનિસિપલ કમિશનર ઉદીત અગ્રવાલ ,શ્રીમતી અંજલીબેન રૂપાણી, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા પૂર્વ મેયર શ્રીમતી રક્ષાબેન બોળીયા વગેરે  મોટી સંખ્યામાં સતસંગી હરીભકતો ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી પ્રકાશ સોસાયટી ખાતે સ્નેહમિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નવા વર્ષની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી

(11:51 pm IST)