રાજકોટ
News of Saturday, 9th November 2019

પ્રેમ મંદિર પાસે અને મવડી પ્લોટમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ નિખીલ છાંટબાર ઝડપાયો

ક્રાઈમ બ્રાંચની ટીમના હેડ કોન્સ. રાજેશભાઈ બાળા, રઘુવીરસિંહ અને સિદ્ધરાજસિંહની બાતમીઃ નિખીલ ધોળા દિવસે ચોરી કરતો'તો

રાજકોટ, તા. ૯ :શહેરના મવડી પ્લોટમાં ફલેટમાં તથા કાલાવડ રોડ પ્રેમમંદિર સામે કાનમાં થયેલી ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી એક શખ્સને કાલાવડ રોડ એ.જી. ચોક પાસેથી ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશનર ખુરશીદ એહમદ, ડીસીપી રવિમોહન સૈની, મનોહરસિંહ જાડેજા તથા એસીપી જયદીપસિંહ સરવૈયાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ એચ.એમ. ગઢવીના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ. રાજેશભાઇ બાળા, અભિજીતસિંહ, પ્રદીપસિંહ, રઘુવીરસિંહ, સિદ્ધરાજસિંહ, ઇન્દ્રજીતસિંહ તથા અશોકભાઇ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે હેડ કોન્સ. રાજેશભાઇ બાળા, રઘુવીરસિંહ વાળા અને સિદ્ધારાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નિખીલ નટવરલાલ છાટબાર (ઉ.વ.ર૪) (રહે. ઉદયનગર-૧, શેરી નં.૧૬ મવડી પ્લોટ, મૂળ પાટીદળ તા. ગોંડલ)ને કાલાવડ રોડ એ.જી. ચોક નજીકથી ઝડપી લીધો હતો. બાદ તેની પૂછપરછ કરતા તેણે વીસેક દિવસ પહેલા મવડી પ્લોટ બાપા સીતારામ ચોક પાસે એક એપાટૃમેન્ટના બીજા માળે ફલેટમાં બપોરના સમયે તાળા તોડી રોકડ રકમની ચોરી અને રપ દિવસ પહેલા બપોરે કાલાવડ રોડ પ્રેમમંદિર સામેની શેરીમાં એક મકાનનું તાળુ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હોવાની કબુલાત આપતા તેની ધરપકડ કરી હતી અને અગાઉ ર૦૧૧માં માલવીયા નગર પોલીસ મથકમાં મોબાઇલ  ચોરીના ગુનામાં પકડાઈ ચૂકયો છે. પોલીસે તેની પાસેથી રૂ. ૪૦,૦૦૦ રોકડા કબ્જે કરી તપાસ હાથ ધરી છે. નિખીલ છાંટબાર ધોળા દિવસે જ બંધ મકાનને નિશાન બનાવતો હતો.

(4:05 pm IST)