રાજકોટ
News of Saturday, 9th November 2019

લુક એન્ડ લર્ન સેન્ટરો દ્વારા રોયલપાર્ક સંઘમાં શનિ-રવિ ધાર્મિક પ્રદર્શનઃ પ્રભુ સમીપે

રાજકોટઃ તા.૯, રાજકોટ લુક એન્ડ લર્ન જૈન જ્ઞાનધામના વિવિધ સેન્ટરો દ્વારા તા.૯ અને ૧૦ નવેમ્બર (શનિવાર-રવિવાર) બે દિવસીય ધાર્મિક-પ્રદર્શન ''પ્રભુ સમીપે'' નું અનોખુ જ્ઞાનસભર આયોજન શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન મોટા સંઘ સીએમ શેઠ પૌષધશાળા ખાતે કરવામાં આવેલ છે.

આજ રોજ તા.૯ નવેમ્બર શનિવારના સવારે ૧૦ કલાકે ગોંડલ સંપ્રદાયના પૂજય પ્રભાબાઇ મ.સ. આદિ ઠાણાની નિશ્રામાં તેમના આર્શીવાદ તથા મંગલાચરણ સાથે આ ભવ્ય પ્રદશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. આ પ્રસંગે અનેક સંઘ પ્રમુખોની ઉપસ્થિતિ નોંધનીય છે.

આ ધાર્મિક એકઝીબીશનમાં બાળકોને ગમ્મત સાથે જ્ઞાન મળી રહે તેવા શુભ આશયથી અવનવી ગેમ્સ, સેલ્ફી ઝોન, વિવિધ પ્રોજેકટસ પણ રાખવામાં આવેલ છે. તા.૯ તથા ૧૦  (શનિવાર-રવિવાર) પ્રદર્શનનો સમય સવારે ૧૦ થી ૧ તથા બપોરે ૪ થી ૭ રહેશે. વિશેષ માહિતી માટે મો. ૭૨૦૧૦૭૫૭૫૫ ઉપર સંપર્ક કરવા  યાદીમાં જણાવાયું છે.

(4:05 pm IST)