રાજકોટ
News of Saturday, 9th November 2019

ઘંટેશ્વર ફાયરીંગ બટમાં અવર- જવર પર પ્રતિબંધ

રાજકોટ તા.૯ :  રાજકોટ જિલ્લાના રાજકોટ તાલુકાના ઘંટેશ્વર એસ.આર.પી. જુથમાં આવેલ બફેલ રેન્જ ખાતે પોલીસ જૂથના અધિકારીઓ/કર્મચારીઓનું, તા.૦૧/૧૨/૨૦૧૯ થી તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી ફાયરીંગ પ્રેકટીસ થવાનું હોવાથી આ ફાયરીંગ બટનો તથા આજુ બાજુનો વિસ્તાર તેમજ બટની પાછળના ભાગના ખુલ્લાં વિસ્તારમાં ફાયરીંગ પ્રેકટીસ દરમ્યાન જાહેર જનતાના પ્રવેશ પર, ત્યાંથી પસાર થવા પર કે કોઇ વાહન, ઢોર સાથે ત્યાંથી પસાર થવા પર રાજકોટ શહેર પોલિસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલએ તા.૦૧/૧૨/૨૦૧૯ થી તા.૩૧/૧૨/૨૦૧૯ સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે તેમ યાદીમાં જણાવાયુ છે.

(4:04 pm IST)