રાજકોટ
News of Saturday, 9th November 2019

શહેરી વિસ્તારોમાં હેલ્મેટ અને દંડમાંથી મૂકિત આપોઃ કોંગ્રેસ

વિપક્ષી તેના વશરામભાઇ સાગઠિયા દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી રજુઆત

રાજકોટ તા. ૯ :  રાજકોટ સહિત રાજયના તમામ શહેરી વિસ્તારોમાંથી શહેરીજનોને હેલ્મેટ પહેરવામાંથી મુકિત આપવા વિપક્ષી નેતા વશરામ સાગઠીયા દ્વારા મુખ્ય મંત્રી વિજયભાઇને પત્ર પાઠવી રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું હેલમેટ પહેરવાથી લોકોને  વાહન ચલાવતી વખતે આજુબાજુનું દેખાતું નથી, પાછળના વાહનોના હોર્ન સાંભળી શકતા નથી, બી.પી., ડાયાબીટીસ અને હૃદયરોગના દર્દીઓને આ હેલ્મેટ પહેરવાથી વધારે પડતું નુકશાન થાય છે અમુક લોકોને ચાલુ વાહને ચક્કર આવે છે, અમુક લોકોને બી.પી. વધી જવાની તકલીફ થાય છે, અમુક લોકોને મુંજારો થાય છે, અમુક લોકોને વાય આવે છે ત્યારે ભારે અગવડતા થાય છે આવીરીતે અનેક પ્રકારની પારાવાર મુશ્કેલીઓ ના છુટકે સહન કરવી પડે છે અને માતબર રકમના ટ્રાફિક દંડથી હાડમારી વેઠવી પડે છે.

 વધુમાં શ્રી સાગઠીયાએ જણાવ્યું હતું કે આ આઇવે પ્રોજેકટનો પ્રારંભ  કર્યા અને ભારત સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમો જાહેર કર્યા બાદ સૌ પ્રથમ ગુજરાત રાજયએ જ આ કાળા કાયદાની અમલવારી કરાવી છે અને ઉતાવળ કરી હોવાનું પ્રથમ દ્રષ્ટીએ લાગી રહ્યું છે તેમજ નવા ટ્રાફિક કાયદામાં હેલ્મેટના દંડમાં ૩૦૦ થી ૯૦૦ ટકાનો વધારો થયો છે તેમજ પતી-પત્ની સાથે નાનું બાળક હોય તેને ત્રણ સવારીમાં ગણીને તગડો ટ્રાફિક દંડ ફટકારવામાં આવે છે તે વ્યાજબી નથી ં આ ટ્રાફિક નિયમોના દંડમાં ઉધાડી લુંટ ચાલી રહ્યાના આક્ષેપ કર્યો હતો.

આમ હેલ્મેટ શહેરી વિસ્તારમાં હેલ્મેટ માંથી મુકિત આપવા દંડ સહિતના પ્રશ્ને યોગ્ય કરવા માંગ કરી છ.ે

(3:43 pm IST)