રાજકોટ
News of Saturday, 9th November 2019

અખંડ હરિનામ સંકીર્તન મંદિરે શ્રીરામ જય રામ જય જય રામ વિજય મંત્રના ૧૩૦૦૦ દિવસ નિમિતે સોમવારથી વિજય મહોત્સવ

રાજકોટ તા. ૯ : શ્રી અખંડ હરિનામ સંકીર્તન '૧૩૦૦૦ દિવસ' નો શ્રી રામ જય રામ જય જય રામ વિજય મંત્રનો વિજય મહોત્સવ તા. ૧૧ થી ૨૩ સુધી કાલાવડ રોડ, પ્રેમીભીક્ષુજી મહારાજ પ્રેરીત સંકીર્તન મંદિરે યોજાયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કાર્યક્રમ આયોજકોએ જણાવેલ કે આ મહોત્સવમાં તા. ૧૧ થી ર૩ સુધી દરરોજ રાત્રે ૧૦ થી ૧ દરમિયાન રાજકોટ તેમજ બહારગામથી પધારેલ નામ પ્રેમી અલગ અલગ ગાયકો દ્વારા વિશેષ સમૂહ સંકીર્તન કરાવવામાં આવશે.

જેમાં તા. ૧૧ ના વેરાવળ મહિલા મંડળ પ્રેમ પરિવાર, તા. ૧૨ ના રમેશભાઇ જન તથા પ્રેમ પરિવાર મોવીયા, તા. ૧૩ તા.૧૪ ના દ્વારકા પ્રેમ પરિવાર, તા. ૧૫ ના શ્રી બાલા હનુમાન પ્રેમ પરિવાર જામનગર, તા. ૧૬ ના જીજ્ઞેશભાઇ ટીલાવત (દીવ) તથા ખંભાળીયા પ્રેમ પરિવાર, તા. ૧૭ ના અમદાવાદ પ્રેમ પરિવાર, તા. ૧૮ ના રામધુન મંડળ તથા પ્રેમ પરિવાર ખંભાળા, તા. ૧૯ ના શ્રી ભાલકાતીર્થ પ્રેમ પરિવાર લાભ આપશે.

જયારે તા. ૨૦ થી ૨૩ ચાર દિવસ રાજકોટ પ્રેમ પરિવાર લાભ આપશે. જેમાં તા. ૨૦ ના ઉત્તમભાઇ ધનેશા, હિંમતભાઇ પટેલ, ગોપાલભાઇ કકકડ, તા.૨૧ ના સંજયભાઇ ભટ્ટ, રમણિકભાઇ લાંઘણોજા, ચિરાગભાઇ લુણાગરીયા, તા. ૨૨ ના મહેશભાઇ બથીયા, હરેશભાઇ જાની, લાલજીભાઇ ઢાંઢ, તા. ૨૩ ના અશોકભાઇ ભાયાણી અને મહેશભાઇ વાગડીયા લાભ આપશે.

દરમિયાન પૂ. પ્રેમભીક્ષુજી મહારાજશ્રીની ૫૦ મી પૂણ્યતીથીનો સુવર્ણ મહોત્સવ તા. ૧૧ થી ૧૪ ઉજવાશે.

તા.૨૩ ના વિજય મંત્રનો મહોત્સવ પુર્ણ થયા બાદ તા. ૨૪ ના ૧૩ કુંડી વિષ્ણુ મહાયજ્ઞનું પણ આયોજન કરાયુ છે. સવારે ૭.૪૫ થી બપોર સુધી ચાલનાર આ હવનના આચાર્ય પદે હરીશભાઇ કે. ભોગાયતા રાજકોટવાળા સેવા આપશે.

સમગ્ર મહોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટી મંડળના મેનેજીંગ ટ્રસ્ટી ગોવિંદભાઇ ભાતેલીયા, ટ્રસ્ટી સર્વશ્રી હરૂભાઇ નથવાણી, હસુભાઇ ભગદેવ, રાજુભાઇ દાવડા, હર્ષદભાઇ ગોહેલ, દિનેશભાઇ રાયચુરા, અનીલભાઇ ભાયાણી, ચંદુભાઇ પરચાણીના માર્ગદર્શન હેઠળ જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિજય મંત્ર મહોત્સવની વિગતો વર્ણવતા પ્રેમ પરિવારના અગ્રણીઓ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)