રાજકોટ
News of Saturday, 9th November 2019

રોટરેકટ કલબ દ્વારા બુધવારે 'કોમેડી નાટક શો'

સામાજીક હેતુ માટે 'તમારા ભાઇ ફુલ ટુ ફટાક' નો વધુ એક પ્રયોગ : ટીકીટનું વેચાણ શરૂ

રાજકોસટ તા. ૯ : રોટરેકટ કલબ ઓફ રાજકોટ દ્વારા તા. ૧૩ ના બુધવારે  કોમેડી નાટક 'તમારા ભાઇ ફુલ ટુ ફટાક' નો શો હેમુ ગઢવી હોલ ખાતે આયોજીત કરાયો છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા રોટરેકટ કલબના આગેવાનોએ જણાવેલ કે અમારી કલબ દ્વારા સમાજ અને સમુદાયલક્ષી આયોજનો થાય છે. ૧૮ થી ૩૦ વર્ષના ૬૫ સક્રિય સભ્યો દ્વારા ચલાવાતી આ કલબના પ્રેસીડેન્ટ તરીકે અનિષ માંડવીયા અને સેક્રેટરી એનિલ મહેતાના માર્ગદર્શન હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે.

આ પ્રવૃત્તિઓના ભાગરૂપે તા. ૧૩ ના બુધવારે રાત્રે ૯ થી ૧૨ હેમુ ગઢવી હોલ ખાતે 'તમારા ભાઇ ફુલ ટુ ફટાક' કોમેડી નાટક શો યોજવામાં આવેલ છે. મુણાલી ભટ્ટ નિર્મિત અને નયન ભટ્ટ દિગદર્શિત આ નાટક વિનોદ સરવૈયાએ લખ્યુ છે. તેના ૭ સફળ પ્રયોગ થઇ ચુકયા છે. આ વધુ એક પ્રયોગ થવા જઇ રહ્યો છે.

ટીકીટના દર રૂ.૨૦૦, રૂ.૨૫૦, રૂ.૩૦૦ છે. વધુ માહીતી માટે રોટરેકટ કલબ ઓફ રાજકોટના મો.૯૧૦૬૫ ૮૨૪૬૯ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા અનિષ માંડવીયા, શ્રૃંગાર રૂઘાણી, ભકિત લાખાણી નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(3:40 pm IST)