રાજકોટ
News of Saturday, 9th November 2019

રામનાથપરા જામનગરના ઉતારા પાસે જુગાર-રમતા પાંચ શખ્સો પકડાયા

જીવણ ઉર્ફે બાલો, રફીક,ઇમરાન,સુરેશ અને અલ્લારખાની ધરપકડ

રાજકોટ તા.૯: શહેરના રામનાથપરા જામનગરના જૂના ઉતારા પાસે ભગવતી ગરબી મંડળી વાળા ચોકમાં એડીવીઝન પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી લીધા હતા.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી એડીવીઝન પોલીસ મથકના પીઆઇ. એન.કે.જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસઆઇ એસ વી.સાખરા તથા એએસ આઇ.બી.વી.ગોહીલ, હેડ કોન્સ ઇન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ હારૂનભાઇ, વીરેન્દ્રસિંહ, નરેશભાઇ, મૌલીકભાઇ સાવલીયા, જગદીશભાઇ વાંક અને મેરૂભા ઝાલા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે જામનગરના જુના ઉતારા પાસે ભગવતી ગરબી મંડળ વાળા ચોકમાં દરોડો પાડી જુગાર રમતા જીવણ ઉર્ફે બાલા જીવરાજભાઇ તન્ના (ઉ.વ.૭૨) (રહે. ગુંદાવાડી શેરી નં.૧૫), રફીક અલ્લારખા વજુગરા (ઉ.વ.૪૫)(રહે.રામનાથપરા ગરબી ચોક હોટલ વાળાની શેરી) ઇમરાન અનવરભાઇ સમા (ઉ.વ.૩૬), (રહે.કુંભારવાડા મેઇન રોડ રામનાથપરા), સુરેશ દુર્લભજીભાઇ સોલંકી (ઉ.વ.૭૧) (રહે.જામનગરનો જૂનો ઉતારો) અને અલ્લારખા અલીભાઇ ચૌહાણ (ઉ.વ.૪૯) (રહે.મોચીબજાર ખાટકીવાસ કૃષ્ણપરા શેરી નં.૧)ને પકડી લઇ રૂ.૧૧૦૨૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:38 pm IST)