રાજકોટ
News of Saturday, 9th November 2019

મનહર પ્લોટ સંઘમાં 'એક યશસ્વી ચાતુર્માસ ગુજરાત રત્ન કે નામ' ભકિત સંગીત

પૂ. સુશાંતમુનિ મ.સા.ના ચાતુર્માસની ખુશાલીર્થે કાલે : વિહાર વિદાય શુભેચ્છા સમારોહઃ વળામણું ત્રિવિધ આયોજનઃ પૂ. ગુરૂદેવ તા.૧૨ મંગળવારના ચાતુર્માસ પરિવર્તન કરશે

 રાજકોટઃ તા.૯,  શહેરના  સમસ્ત ૩૮ સ્થાનકવાસી સંદ્યો માંથી એક માત્ર સંત ગુજરાતરત્નનું ચાતુર્માસ શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંદ્ય શેઠ પૌષધશાળા ના પાવન પ્રાંગણે હોય જેનો અનેરો આનંદ સવિશેષ હોય એવા ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશમુની મ.સા.ના પ્રિય શિષ્ય ગુજરાતરત્ન પૂ. સુશાંતમુનિ મ.સા.ના સુમંગલ સાંનિધ્યમાં તા.  ૭  ચાતુર્માસ મંગલ પ્રવેશ થી અવિરતપણે શરૂ થયેલ આરાધના અંતર્ગત પર્વાધિરાજ પયૂર્ષણ પર્વમાં રેકર્ડ બ્રેક ચાર માસક્ષમણ તપ, ધર્મચક્ર તપ, સિધ્ધીચક્ર તપ અને નાની મોટી તપશ્યર્યા, આયંબિલની સાંકળ, ચોવીસા યંત્ર મંગલકર સ્તોત્ર ની સંદ્યમાં કાયમી સ્થાપના, શાસન સંપ્રદાય સંદ્યોમાં થયેલ સર્વપ્રથમવાર એવા ચોવીસાયંત્ર તપની આરાધના નવકાર મહામંત્રના અખંડ જાપ તથા જ્ઞાન પંચમીના જ્ઞાન આરાધના આગમ વાંચન જાપથી ચાતુર્માસ તપની તેજસ્વિતાથી દૈદિપ્યમાન થઈ રહ્યું છે. સાથે મુમુક્ષુ કુ. પલકબેન દોશીના સંયમનું શાહી સન્માન થયેલ.

 આત્મદિવાકર પૂ. સુશાંત ગુરુદેવશ્રીની  નિશ્રામાં આ ચાતુર્માસ કલ્પ જ્ઞાન, દર્શન, ચારિત્ર તપની સાધના આરાધના થી ન કલ્પી શકાય તેવુ એક યશસ્વી અને યાદગાર બનવા જઈ રહેલ હોય જેનો' શ્રી સંદ્યનો હરખ અને હર્ષ વાગોળવા ચૌમાસી પાખી, ચાતુર્માસ સમાપ્તી અને વીર લોકાશાહ જન્મોત્સવ દિનની પૂર્વ સંધ્યાએ  રવિવાર   તા. ૧૦ ના 'એક યશસ્વી ચાતુર્માસ ગુજરાતરત્ન કે નામ' નો ભકિત સંગીત, વિહાર વિદાય શુભેચ્છા સમારોહ અને વળામણાં નો  અનોખો   કાર્યક્રમ બપોરના રાખવામાં આવેલ છે.   સ્તવનકાર  શૈલેષ વ્યાસ સૌને ભકિત રસ માં ભી્જંવશે. કાર્યક્રમ બાદ સંદ્યના શ્રાવક ભાઈઓ બહેનો આમંત્રીત માટેજ ચૌવિહારનો તથા ભકિત સંગીતનો લાભ ગાદીપતિ પૂ. ગિરીશમુનિ મ.સા. ના અનન્ય શ્રઘ્ધાવંત ગુરભકત પરિવાર અ.સૌ પલ્લવીબેન હેમલભાઈ મહેતા (રાજકોટ-ગોંડલ) તથા સંધપ્રમુખ ડોલરભાઈ કોઠારી અને સુશ્રાવક શશીકાંતભાઈ હકમીચંદભાઈ દોશી લઈ રહ્યા છે. ચોવીસા યંત્ર આરાધક પૂ. ગરૂદેવશ્રી સુશાંતમુનિ મ.સા.  તા. ૧૨ મંગળવાર ના સવારે ૭:૩૦ કલાકે શ્રી મનહર પ્લોટ સ્થા. જૈન સંદ્ય માં ઔતિહાસીક અવિસ્મરણીય અદ્વિતીય ચાતર્માસ કલ્પ પૂર્ણ કરી શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની આજ્ઞા અનુસાર 'સાધુ તો ચલતા ભલા સાધુ તો વિચરતા ભલા' ને સાધુ જીવનમાં અપનાવી ચાતુર્માસ કલ્પ પરિવર્તન અર્થે શ્રી સંદ્ય ની ભાવભિની વિદાય લઈ શ્રી રોયલ પાર્ક સ્થા. જૈન સંદ્ય સી.એમ. પૌષધશાળા માં પધારવાના ભાવ રાખે છે તેમ સંદ્ય પ્રમુખ ડોલરભાઈ કોઠારી ની યાદી જણાવે છે.

(3:36 pm IST)