રાજકોટ
News of Saturday, 9th November 2019

રાજકોટ તાલુકાના પ૦ હજાર ખેડૂતોની જમીનનો ટાઇટલ રીપોર્ટ બનશે

કલેકટરે પત્રકારોને આપેલી માહિતીઃ દરેક જીલ્લામાં એક એક તાલુકો પાયલોટ પ્રોજેકટ તરીકે આવરી લેવાયોઃ રાજકોટ તાલુકામાં ૧૮ ટીમો દ્વારા સર્વે શરૂ... : રાજકોટ તાલુકા બાદ જીલ્લાભરમાં તબક્કાવાર અમલવારીઃ બોગસ વેચાણ થયું છે કે કેમ તે પણ જાણ થઇ જશેઃ પ્રિ સ્કુટીની શરૂ કરાઇ..

રાજકોટ તા. ૭ :.. રાજકોટ જીલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને આજે પત્રકારોને જણાવ્યું હતું કે સરકારે એક મહત્વની યોજના રાજયભરમાં દરેક જીલ્લામાં એક એક તાલુકો  પસંદ કરી ખેતીની જમીનનો ટાઇટલ રીપોર્ટ બનાવાશે, એનું ટાઇટલ વેરી ફિકેશન થશે, આ પ્રિ-સ્કુટીની રાજકોટ જીલ્લામાં સરકારે  પાયલોટ પ્રોજેકટ તરીકે રાજકોટ તાલુકામાં શરૂ કરવા આદેશો કર્યા છે, અને તેથી તે પ્રમાણે ૧૮ ટીમો બનાવાઇ છે, અને તમામ ઓલ સર્વે નંબર ચકાસાઇ રહ્યા છે, અને આજથી કામગીરી શરૂ કરી ચેક લીસ્ટ બનાવવાનું શરૂ કરાયું છે.

કલેકટરે ઉમેર્યુ હતું કે ૧૮ ટીમો દ્વારા ખેતીની કયા પ્રકારની જમીન છે, નવી - જૂની, બીનખેતી થઇ છે કે કેમ, અરજી થઇ છે કે કેમ, ૭/૬, ૮/અ ના ઉતારા વિગેરે બાબતો જોવાનું શરૂ કરાયું છે, કોઇપણ વ્યકિતને આવી જમીનો ખરીદવી હોય તો, જે તે વ્યકિતએ વકીલો પાસે જવુ પડે છે, ઉતરોતર દસ્તાવેજો, ટાઇટલ કલીયર વિગેરે સર્વે કરાવો પડે છે, પરંતુ સરકારે આ પ્રોજેકટ અમલમાં મૂકયો છે, આથી તંત્ર દ્વારા રાજકોટ તાલુકાના તમામ પ૦ હજાર ખેડૂતોની જમીનની સ્થિતિ, કોના નામે છે, કેટલી જમીન, કયાં આવેલી છે, ખેતી કે બીનખેતી, વાવેતર, સર્વે નંબર, અગાઉ કેટલા દસ્તાવેજો થયા, કોણ વેચનાર, ખરીદનાર, વિગેરે તમામ બાબતો અને ટાઇટલ કલીયર છે કે કેમ, વિગેરે તમામ વિગતોથી ચકાસણી શરૂ કરાઇ છે, રાજકોટ તાલુકામાં આવી કુલ ૧૮ ટીમો દ્વારા આજથી કામગીરી શરૂ કરાઇ છે, આ તમામ પ૦ હજાર ખેડૂતોની ખેતીની જમીનનો સર્વે પુરો થયા બાદ ઓન લાઇન મુકાશે, જે તે ખેડૂત પણ પોતાની જમીન જોઇ શકશે. આ ઉપરાંત બોગસ-વેચાણ-વ્યવહારો થયા છે કે કેમ તે પણ જાણી શકાશે. આ ઓન લાઇનનો રાજકોટ તાલુકામાં પ્રથમ તબકકો છે, બાદમાં તમામ તાલુકામાં આજે અમલવારી થશે.દરમિયાન અમૂક જમીન નિષ્ણાંતોનું માનવું છે કે આ સર્વેથી ખેડૂતો-જમીન માલીકોની પોતાની જમીન અંગે પ્રાયવેસી રહેશે કે કેમ તે અંગે ગંભીર સવાલો ઉભા થયા છે, ભવિષ્યમાં વિરોધ વંટોળ થાય તો નવાઇ નહી તેમ આ નિષ્ણાંતો કહી રહ્યા છે.

(2:33 pm IST)