રાજકોટ
News of Friday, 8th November 2019

બિભત્સ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચરવાના ગુનામાં આરોપીના આગોતરા જામીન રદ

રાજકોટ તા ૮  : વિડીયો તથા ફોટા વાયરલ કરી દેવાની ધમકીના ઓઠા હેઠળ વારંવાર દુષ્કર્મ આચરનાર વિવાદાસ્પદ હાર્દીક સોસાની આગોતરા જમીન અરજી રદ કરવાનો અત્રેની સેશન્સ અદાલતે હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત જોઇએ તો કોડીનારના માલગાવના રહીશ અને રાજકોટના ગ્રીનલીફમાં મેનેજર તરીકે  ફરજ બજાવતા આરોપી હાર્દીક ટાભાભાઇ સોસા એ ફરીયાદીને બ્લેકમેઇલ કરી મરની વિરૂધ્ધ શરીર સબંધો બાંધી નગ્ન ફોટાઓ તથા વીડીયો વાયરલ કરી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપી ગોવા તથા મેંગ્લોર મુકામે લઇ જઇ અવાર-નવાર ફરીયાદીની મરજી વિરૂધ્ધ બળજબરીથી શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબંધે પરાપીપળીયાના રહીશ ભોગ બનનાર દ્વારા યુનીવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપવામાં આવેલ.

ઉપરોકત ગુન્હાના કામે સંભવીત ધરપકડ સામે હાર્દીક સોસાએ કરેલ જામીન અરજી કરી હતી. બંને પક્ષની દલીલો તેમજ પોલીસ પેપર્સ અને આઇ.ઓ. નું એફીડેવીટ તથા મુળ ફરીયાદીના લેખીત વાંધાઓ વંચાણે લેતા, રેકર્ડ જોતા આરોપી સામે નામજોગ ફરીયાદ છેઘ ભોગ બનનારનું વિશેષ નિવેદન ધ્યાને લેતા આરોપી વિરૂધ્ધ તેની પત્નિને શારીરીક માનસીક ત્રાસ આપી કાઢી મુકેલ હોવા સબંધે ગુન્હો દાખલ થયેલ છે. ગુન્હાહીત ઇતીહાસ છે, સમાજ વિરોધી ગુન્હો છે, ત્યારે જામીન પર મુકત કરવાથી સમાજ ઉપર વિપરીત અસર થાય તેમ છે, ત્યારે અંતરગત સત્તાનો ઉપયોગ અરજદારની તરફેણમાં કરવાનું મુનાસીફ ન માની આરોપીની આગોતરા જમીન અરજી રદ કરતો હુકમ ફરમાવવામાં આવેલ હતો.

ઉપરોકત કામમાં ભોગ બનનાર મુળ ફરીયાદી વતી રાજકોટના નામાંકીત એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, તથા ચેતન ચોવટીયા તથા સરકાર તરફે આબીદભાઇ સોસન રોકાયેલ હતા.

(4:01 pm IST)