રાજકોટ
News of Friday, 8th November 2019

ચોથા પગાર પંચ મુજબના નિવૃતોના પેન્શનમાં હંગામી વધારો : પરિપત્ર પ્રસિદ્ધ

રાજકોટ તા. ૮ : રાજય સરકારના નાણા વિભાગે ચોથા પગાર પંચ મુજબ પેન્શન મેળવતા પેન્શર્સના પેન્શનમાં હંગામી વધારાના દરમાં સુધારા અંગે તા. ૬ નવેમ્બર ર૦૧૯ ના દિવસે વિભાગના નાયબ સચિવ (પેન્શન) કે.કે.પટેલની સહીથી પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે.

પરિપત્રમાં જણાવાયું છે કે ગુજરાત રાજય સેવા (પગાર સુધારણા) નિયમો, ૧૯૮૭ હેઠળના પગાર મેળવતા કર્મચારીઓને વંચાણમાં લીધેલ ક્રમ-૩ના તા.ર૬/૮/ર૦૧૯ ના ઠરાવથી મોંધવારી ભથ્થુ મંજુર કરવામાં આવેલ છે તે અન્વયે ચોથા પગાર ધોરણ મુજબ પેન્શન/કુટુંબ પેન્શન મેળવતા પેન્શનરોને પણ મોંઘવારી ભથ્થાના ધોરણે હંગામી વધારો કરવામાં આવે છ.ેઆ હુકમ અન્વયે મળવાપાત્ર તફાવતની રકમ રોકડમાં ચુકવવાની રહેશે.

તા. ૧-૭-૨૦૧૬ મુજબ જે હંગામી વધારો મળવા પાત્ર છે તેમા ૧૭૫૦ સુધીના પેન્શન-કુટુંબ પેન્શન પર ૯૧૦ ટકા, ૧૭૫૧થી ૩૦૦૦ સુધીના પેન્શન પર ૬૮૨ ટકા અને ઓછામાં ઓછા ૧૫૯૦૮ તેમજ રૂ. ૩૦૦૦થી વધુ પેન્શન પર ૫૯૧ ટકા ઓછામાં ઓછા રૂ. ૨૦૪૫૩ મળવા પાત્ર થશે. તા. ૧-૧-૨૦૧૭ની મળવા પાત્ર તારીખ મુજબ રૂ. ૧૭૫૦ સુધીના માસિક પેન્શન પર ૯૩૦ ટકા, રૂ. ૧૭૫૧થી ૩૦૦૦ સુધી ૬૯૭ ટકા અને ઓછામાં ઓછા ૧૬૨૫૮ તથા રૂ. ૩૦૦૦થી વધુ પેન્શન પર ૬૦૪ ટકા પરંતુ ઓછામાં ઓછા ૨૦૯૦૩ મળવા પાત્ર થશે.

(3:57 pm IST)