રાજકોટ
News of Friday, 8th November 2019

તાનારીરી મહોત્સવમાં વાંસળી વાદકોનો કિર્તીમાન

રાજકોટઃ ગુજરાત સરકાર અને સંગીત નાટક અકાદમીના ઉપક્રમે વડનગર મુકામે ભકત કવિશ્રી નરસિંહ મહેતાની દોહીત્રીઓ તાના અને રીરીની પાવન ભુમી ખાતે યોજાયેલ તાનારીરી મહોત્સવ- ૨૦૧૯માં ત્રણ વિશ્વ કીર્તિમાંનો રચાયા, જે અંતર્ગત વાંસળી વાદકોએ વિશ્વ કીર્તિમાન સાથે પેલો, તેમાં રાજકોટના સંગીત સાધક ભૂષણ પાઠકજીના વેણુ પરિવારના ૧૪ સદસ્યોએ પણ પ્રસ્તુતિ કરેલી અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સ્થાન મેળવેલ છે. જેમાં ભૂષણ પાઠક, પારસ કાતરોડીયા, દિવ્યેશ મોલિયા, ડો.નિલય પંડ્યા, જય ચાવડા, કપિલ વાજા, અંકુર સેંજરીયા, શ્રીમદ સુરેલીયા, બંસરી પાવગઢી, નિમિષા પારેખ, હિતાશું જોશી, ધનજય જોશી, પર્વ જોશી, શરદ વિઠલાણી અને દુર્ગેશ યાદવેમાં સરસ્વતીની સાધના કરેલી. આ અંગે વધુ વિગતો માટે મો.૯૮૨૫૨ ૭૮૨૧૫ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:55 pm IST)