રાજકોટ
News of Friday, 8th November 2019

મંગળવારે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે નિઃશુલ્ક ઓશો ધ્યાન શિબિર-સન્યાસ ઉત્સવ

ગુરૂનાનક દેવ જયંતિ, પૂનમ, દેવ-દિવાળી નિમિતે : આયોજક-સંચાલક સ્વામિ સત્ય પ્રકાશઃ ધ્યાન-ભકિત-ભોજનના ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવવાનો અનેરો અવસરઃ નામ નોંધણી

રાજકોટ : ઓશોના સુત્ર 'ઉત્સવ આમાર નીતિઆનંદ આમાર ગૌત્ર'  ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબીરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩૪ વર્ષોથી રાજકોટમાં ર૪ કલાક ઓશો પ્રવૃતિથી ધમધમતું વિશ્વનું એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર - નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા. ૧ર ને મંગળવારના રોજ ગુરૂ નાનક દેવ જયંતી (પપ૦ મું પ્રકાશ વર્ષ) પૂનમ તથા દેવ-દિવાળી નિમિતે હર સાલની માફક ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સ્વામી સત્ય પ્રકાશ તથા ઓશો સન્યાસી અશોકભાઇ લૂંગાતરે બપોરના ૩ થી રાત્રીના ૮.૩૦ દરમ્યાન ઓશો ધ્યાન શિબિરનું આયોજન કરેલ છે. શિબિર દરમ્યાન ઓશોના વિવિધ ધ્યાન પ્રયોગો, વિડીયો દર્શન, ગુરૂ નાનકદેવની પપ૦ મી જયંતીની જમ્બો કેક કટીંગ, ગુરૂ નાનકદેવ કિર્તન ધ્યાન, ઓશો સન્યાસી નિતિનભાઇ ચાંડેગ્રા દ્વારા હાસ્ય ધ્યાન, સંધ્યા ધ્યાન, સન્યાસ ઉત્સવ શિબિર બાદ રાત્રે ૮.૩૦ વાગ્યે મહાપ્રસાદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

શિબિરનું સંચાલન સ્વામિ સત્ય પ્રકાશ કરશે.

આ ઓશો ધ્યાન શિબિરમાં સહભાગી થવા ઓશો સન્યાસી તથ પ્રેમીઓને સ્વામિ અશોકભાઇએ અનુરોધ કરેલ છે. શિબિરમાં સહભાગીતા માટે નામ નોંધણી ઓશો ધ્યાન મંદિરે રૂબરૂ અથવા મો. નં. પર એસ. એમ. એસ. થી જાણ કરવી.

સ્થળ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવર બ્રિજની પાસે, ૪ વૈદવાડી, ડી-માર્ટની પાછળની શેરી, રાજકોટ, વિશેષ માહિતી સ્વામી સત્ય પ્રકાશ મો. ૯૪ર૭ર પ૪ર૭૬, સંજીવ રાઠોડ મો. ૯૮ર૪૮ ૮૬૦૭૦

(3:31 pm IST)