રાજકોટ
News of Friday, 8th November 2019

માધાપર સર્વે નં. ૧૧૧માં રાજકીય વગ ધરાવતા માણસો સરકારી જમીન ખાનગી ઠેરવે છે...

માધાપર સાથે સંકળાયેલ જવાબદાર અધિકારીઓ સામે પગલા ભરો : હાઈકોર્ટને પત્ર પાઠવી વીજીલન્સ તપાસ માંગતા જગદીશ તૈરેયા

રાજકોટ, તા. ૮ :. ઈશ્વરીયા મહાદેવ પાર્કમાં રહેતા જગદીશ તૈરેયાએ હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસશ્રીને પત્ર પાઠવી એક ફરીયાદ બાબતે વીજીલન્સ તપાસ મુકવા માંગણી કરી છે.

પત્રમાં જણાવેલ છે કે, અમોએ તા. ૧૬-૧૦-૨૦૧૯ના રોજ રાજકોટ જીલ્લા કલેકટરશ્રી તેમજ આપ નામદાર હાઈકોર્ટના ચીફ જસ્ટીશશ્રીને ફરીયાદ આપેલ તેમાં માધાપર સર્વે નં. ૧૧૧માં રાજકીય વગ ધરાવતા માણસો સરકારી જમીન ખાનગી ઠેરવીને લાગતા-વળગતાઓને લ્હાણી કરી રહ્યા હોય તેમજ માધાપર સાથે સંકળાયેલ જવાબદાર અધિકારીઓ આ બધાની રાજકીય માણસો સાથે મીલીભગત હોય અને કૌભાંડો આચરે છે તો આ બાબતે રાજકોટ જીલ્લા કલેકટર તંત્રને ફરીયાદ આપેલ હોય પણ રાજકીય દબાણ હોય તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી તો આ બાબતે અમો નામદાર ચીફ જસ્ટીશ સાહેબશ્રીને વિનંતી કરીએ છીએ કે આ અમારી અરજી જાહેર હીત માટે હોય તો આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી, કરાવીને સરકારી કર્મચારી તેમજ પદાધિકારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આ બાબતે વીજીલન્સ તપાસ મુકવા નમ્ર અરજ છે.

(3:30 pm IST)