રાજકોટ
News of Friday, 8th November 2019

એટ્રોસીટીના દુરૂપયોગના વિરોધમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા સોમવારે ગુજરાત બંધનું એલાન

વેપારીઓ - સર્વે જ્ઞાતિના પ્રમુખો - સંગઠનો - પ્રબુદ્ધ નાગરીકો સાથે કાલે શનિવારે મીટીંગ

રાજકોટ, તા. ૮ : એટ્રોસીટીના દુરૂપયોગના વિરોધમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આગામી ૧૧મીના સોમવારે ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યુ છે. આ અંતર્ગત આવતીકાલે વેપારીઓ, સર્વજ્ઞાતિના પ્રમુખો, પ્રબુદ્ધ નાગરીકો સાથે મીટીંગ રાખવામાં આવેલ હોવાનું રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાનોએ જણાવ્યુ હતું.

આ અંગેની યાદીમાં જણાવ્યા મુજબ તા.૧૧ના સોમવારે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના ગુજરાત બંધનું એલાન આપવામાં આવે છે. એસ્ટ્રોસીટી એકટના દુરૂપયોગના વિરોધમાં અને એમાં સંવૈધાનિક સંશોધનની માંગ કરવામાં આવે છે. જેમાં શ્રિ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી રાજસિંહ શેખાવત પર જે ખોટી એટ્રોસીટીની ફરીયાદ રાપર (કચ્છ) ખાતે થઈ છે એ પાછી લેવાની માંગ કરવામાં આવી હતી પરંતુ પ્રશાસન તરફથી કોઈ જ સકારાત્મક પ્રતિભાવના મળવાના કારણે શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સમગ્ર ગુજરાત પ્રદેશમાં બંધન એલાન કરાયુ છે. એટ્રોસીટી પર સંશોધન અને ગાય માતાને રાષ્ટ્રીય પ્રાણી ઘોષીત કરવામાં આ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાની મુખ્ય માંગ છે. જેના ભાગરૂપે રાપર (કચ્છ) ખાતે એક રેલી અને સભાનું આયોજન હતુ અને એ સભાના ભાગરૂપે રાજસિંહ શેખાવતએ મેદાનને અનુરૂભ ભાસણ આપેલ અને સમગ્ર સભા સંબોધી હતી જે કાર્યક્રમના ભાષણ પર રાજસિંહ શેખાવત પર ખોટી રીતે એટ્રોસીટી થઈ હોવાનું યાદીમાં જણાવાયુ છે.

આ અંતર્ગત કાલે તા.૯ના શનિવારે સવારે ૧૦ થી ૧૨ કરણી સેનાના કાર્યાલય ખાતે શહેરના વેપારી એસોસીએશન, સર્વે જ્ઞાતિ પ્રમુખો અને જુદા જુદા સંગઠનોના આગેવાનોની બંધને સફળ બનાવવા માટેની મીટીંગ રાખેલ છે. જેમાં વિવિધ આગેવાન, પ્રબુદ્ધ નાગરીકો, વેપારી આગેવાન, વેપારી મંડળો, વિવિધ જ્ઞાતિ સંગઠનોને નિમંત્રણ અપાયુ છે. સ્થળ : અતિથિ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગ રોડ, કે.કે.વી. સર્કલ પાસે રાજકોટ.

તસ્વીરમાં રાજપૂત જ્ઞાતિના આગેવાનો સર્વશ્રી ચંદુભા પરમાર, સુરૂભા ડોડીયા, સહદેવસિંહ હેરમા, જનકસિંહ સાકરીયા, પ્રફુલસિંહ ઝાલા, દિપકસિંહ ઝાલા, પિયુષસિંહ જાદવ, મહેન્દ્રસિંહ તલાટીયા, યુવરાજસિંહ ડોડીયા, હીતુભા ડોડીયા, યોગરાજસિંહ તલાટીયા, જયદીપસિંહ ભાટ્ટી, મૌલિકસિંહ વાઢેર, અનિલસિંહ પરમાર, દિલીપસિંહ ગોલતર, સંજયસિંહ વાઘેલા, બહાદુરસિંહ માંજરીયા, અશોકસિંહ પરમાર, મનોજસિંહ ડોડીયા, પ્રવિણસિંહ સિંધવ, બલદેવસિંહ સિંધવ, હાર્દિપસિંહ રાઠોડ, મોહનસિંહ ડોડીયા, ભાવસિંહજી ડોડીયા અને ભાવેશસિંહ વોરા નજરે પડે છે.

(3:56 pm IST)