રાજકોટ
News of Friday, 8th November 2019

રાજકોટ જીલ્લામાં ખેતીના પાકને ભયાનક નુકશાન : કલેકટર પાસે 'વળતર' માટે રર હજાર અરજીના ઢગલા

કમોસમી પડેલા વરસાદે પાક સાફ કરી નાંખ્યો : વિમા કંપની-ખેતીવાડી અધિકારીને સાથે રાખી તાલુકાવાઇઝ સર્વે શરૂ

રાજકોટ, તા. ૭ : રાજકોટ જીલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહને ઉમેર્યું હતું કે, કમોસમી પડેલા તબક્કાવાર વરસાદ અંગે ખેતીના પાકને કુલ સચોટ કેટલુ નુકશાન થયું છે તેનો સર્વે શરૂ કરી દેવાયો છે અને ૮ દિ'માં રીપોર્ટ આપવા પણ ડીડીઓને જણાવ્યું છે.

અત્રે એ નોંધનીય છે કે રાજકોટ જીલ્લામાં પડેલા ભારે વરસાદને કારણે ખેતીના વિવિધ પાકોને ભયાનક નુકશાન થયું, કારણ કે વળતર માટે આજ સુધીમાં કલેકટર તંત્ર સમક્ષ રર હજાર અરજીના ઢગલા થયા છે.

કલેકટરે ઉમેર્યું હતું કે રર હજાર અરજી આવી છે, આથી વિમા કંપનીના અધિકારી, ખેતીવાડી ખાતાના અધિકારી, જીલ્લા વિકાસ અધિકારીના પ્રતિનિધિ સાથે રહીને તાલુકા વાઇઝ સર્વે કરી રહ્યા છે, તાલુકા વાઇઝ બાયફરકેશન નુકશાન અંગે હવે થશે. ખેડૂતોના કલેઇમ અંગે તેમણે જણાવેલ કે એક અઠવાડિયામાં રીપોર્ટ આવ્યા બાદ વધુ કરી શકાશે.

છેલ્લા ર દિ'માં મહા વાવાઝોડાને કારણે પડેલા વરસાદથી થયેલ નુકશાનને પણ આમાં આવરી લેવાશે કે કેમ તે અંગે કલેકટરે જણાવ્યું હતું કે, એ ટેકનીકલ બાબત છે, તે પણ જોઇ લેવાશે.

(11:47 am IST)