ગોંડલ રોડ નાગબાઇપરામાં કમળાબેન પાલેરા પર સુરેશ દેવીપૂજકનો હુમલો
રાજકોટઃ ગોંડલ રોડપ ર શિવ હોટેલ પાછળ નાગબાઇપરા-૨માં રહેતાં કમળાબેન રાજેન્દ્રભાઇ પાલેરા (ઉ.૪૦)ને પડોશી સુરેશ દેવીપૂઝકે માથામાં પથ્થર ફટકારી તેમજ ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે દાખલ કરાયા હતાં. આજીડેમના એએસઆઇ બી. એલ. સરીયા અને કિરીટભાઇ રામાવતે ફરિયાદ નોંધી હતી. સુરેશે કમળાબેનને ‘તારો દિકરો કેમ અમારે ત્યાં આવતા લોકો સાથે ઝઘડો કરે છે?' તેમ કહી ગાળો દઇ માથાકુટ કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.
હરિપરમાં ઢોર ચરાવવા બાબતે કાનજી રાતડીયાને ચાર શખ્સોએ લાકડીથી લમધારી નાંખ્યો
રાજકોટઃ સરધાર નજીક હરિપરમાં રહેતાં કાનજી સતિષભાઇ રાતડીયા (ભરવાડ) (ઉ.૨૮)ને ગુરૂવારે સાંજે ગામની સીમમાં વીડીમાં ઢોર ચરાવતો હતો ત્યારે પિન્ટૂ, માધો, રાણો અને રાયધને ગાળો દઇ લાકડીથી હુમલો કરી પગ અને ખભામાં ઇજા કરતાં આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો છે. કાનજી પોતાના ઢોર ચરાવતો હતો ત્યારે પિન્ટૂ સહિતનાએ આવી તું કેમ અમારા ઢોર ચરાવવા દેતો નથી? તેમ કહી હુમલો કર્યો હતો.