રાજકોટ
News of Saturday, 9th October 2021

રાજકોટની ત્‍યકતા ઉપર ગોંડલ સીમ વિસ્‍તારમાં સામુહિક દુષ્‍કર્મ ગુજારનારાની સામે ફરિયાદની તજવીજ

મહિલાને રાજકોટ હોસ્‍પિટલમાં સારવારમાં ખસેડાઇઃ પોલીસ તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૯ :.. રાજકોટની એક ત્‍યકતા ઉપર સામુહિક દુષ્‍કર્મ ગુજારનાર સામે ગોંડલ પોલીસ દ્વારા ફરીયાદની તજવીજ હાથ ધરાઇ છે.
પ્રાપ્ત માહિતી મુજબ શહેરના કોઠારીયા રોડ ઉપર રહેતી ૩પ વર્ષીય ત્‍યકતાને રાજકોટમાં રહેતો અને ઇકો કાર ચલાવતો પરીચિતનો શખ્‍સ ગુરૂવારે રાત્રે પૈસા અપાવવાની લાલચે ગોંડલ લઇ ગયો હતો. એક ગેસ્‍ટ હાઉસમાં લઇ ગયો હતો ત્‍યાં અન્‍ય સાતેક જેટલા શખ્‍સો હતા તેઓ સાથે પરિચિતના શખ્‍સે શરીર સંબંધ બાંધવાનું કહેતા તેણીએ ના પાડી દીધી હતી અને ત્‍યાંથી નીકળી જતા રાત પડી ગઇ હોય, પોલીસ બંદોબસ્‍ત હોય કરફયુમાં કયાં જઇશ તેવી બીક દેખાડી ફરી મહિલાને તાબે કરી લીધી હતી બાદમાં તેણીને કારમાં બેસાડી ગોંડલ હાઇવેની કોઇ વાડીમાં લઇ જવાઇ હતી અને ત્‍યાં આઠ જેટલા શખ્‍સોએ આખી રાત તેણી સાથે સામુહિક દુષ્‍કર્મ કર્યુ હતું. પ્રતિકાર કરતી ત્‍યકતાને તમામ હવસખોરોએ મુંઢ માર પણ માર્યો હતો.
સવારે છ વાગ્‍યા આસપાસ ફરી તેણીને ઇકો કારમાં બેસાડી કણસતી હાલતમાં ગોંડલ યાર્ડ પાસે ઉતારી દીધી હતી. ત્‍યાંથી તેણીએ જેતપુર રહેતી તેની બહેનપણીને સઘળી વાત કરતા તેણીએ જેતપુર તેના ઘરે બોલાવી હતી અને ત્‍યાં જમાડી, આરામ કરાવી સાંજે સારવાર અર્થે રાજકોટ સીવીલ હોસ્‍પીટલે ખસેડતા ગાયનેક વિભાગમાં તેણીને સારવાર અપાવી હતી.
સામુહિક દુષ્‍કર્મની ઘટના અંગે પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી હતી ભોગ બનનાર મહિલાના છૂટાછેડા થઇ ગયા હોય તેની દિકરી સાસરે હોવાનું અને પુત્ર તેના પૂર્વ પતિ સાથે રહેતા હોવાનું જાણવા મળ્‍યું છે. ગેંગરેપની ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી છે.

 

(12:03 pm IST)