રાજકોટ
News of Monday, 9th September 2019

રાજકોટ કા રાજા : રાત્રે કરાઓકેનો કાર્યક્રમ : કાલે શ્રીનાથજીની ઝાંખી

રાજકોટ : અહિંના શાસ્ત્રી મેદાન ખાતે આયોજીત રાજકોટ કા રાજા ગણપતિ ઉત્સવમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, ભાજપ શહેર મહામંત્રી દેવાંગભાઈ માંકડ, વોર્ડ નં.૭ના ભાજપ કોર્પોરેટર અજયભાઈ પરમાર, પ્રભારી ભુપતભાઈ બોદર, પૂર્વ કોર્પોરેટર મીનાબેન પારેખ, શ્રી ભવાની ઈન્ડસ્ટ્રીઝવાળા સુરેશભાઈ નંદવાણા, મ્યુ.કોર્પો.ના કમિશ્નર તથા રૂડાના સીઈઓ શ્રી ગણાત્રા, મ્યુ.કોર્પો.ના કમિશ્નર હર્ષદભાઈ પટેલે, શ્રી કગથરા, લંડનથી સંજયભાઈ વ્યાસ, ટી.પી. પ્લાન્ટ શ્રી સાગઠીયા, ભાજપ વોર્ડ નં.૭ના પ્રમુખ જીતુભાઈ સેલારા, મહામંત્રી કીરીટભાઈ ગોહેલ, યુવા મોરચાના પૃથ્વીરાજ ચૌહાણ, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોષી, મહિલા મોરચાના વોર્ડ નં.૪ના સંગીતાબેન ઉપાધ્યાય, વોર્ડ નં.૭ યુવા મોરચાના મોહિતભાઈ ગણાત્રા, રમેશભાઈ મેવાડીયા, કીરીટભાઈ કેસરીયા, બીપીનભાઈ ભટ્ટી, રાજુભાઈ મંુધવા, કેતનભાઈ મહેતા, કેતનભાઈ રાણીગરા, સુરેશભાઈ સિંધવ, રાહુલભાઈ દવે તથા ધ્રુવરાજા વિ.એ મહાઆરતીનો લાભ લીધો હતો.

ગઈકાલે રાજકોટ કા રાજા ગણપતિદાદાના દર્શનાર્થે ૧૯ હજારથી વધારે ધર્મપ્રેમી જનતાએ દર્શનનો તેમજ મહાઆરતી તેમજ મહાપ્રસાદ પણ આરોગેલો હતો. ગઈકાલે નાગર સમાજમાંથી ઓજસ માંકડ, દિગેશ માંકડ, કિરણ બુચ, હિતેક્ષા બુચ, ભૂષણ ધોળકીયા, વિપુલ પોટા, ગૌરાંગ ઢેબર, કિરણ ધોળકીયા, ઉર્જા માંકડ, ભૂમિ ઢેબર, ડો.ધોળકીયા, રાજલ મહેતા નિર્મિત છાયા, જન ક્ષત્રિય મોચી સમાજમાંથી જયશ્રી મેલડીમાં મંદિર - બાબરાવાળા, રાજુભાઈ જેઠવા, મુનાભાઈ વાળા, કલ્પેશભાઈ ચાવડા, જયસુખભાઈ જેઠવા, બલવંતભાઈ ચૌહાણ, ગીરીશભાઈ ચાવડા, મનસુખભાઈ ગોહેલ, યુવા કવિ વિશાલ ચૌહાણ, વિપુલભાઈ ચૌહાણ, ભુપતભાઈ વાઘેલા, દિલીપભાઈ ચૌહાણ, ગીરીશભાઈ ચુડાસમા, આદિત્યભાઈ જાદવ, રવિભાઈ ચૌહાણ, કિરીટભાઈ ચૌહાણ, હિરેનભાઈ ચૌહાણ, મનીષભાઈ ચૌહાણ, મનસુખભાઈ ચૌહાણ, વિઠ્ઠલભાઈ પરમાર, વિશાલ ગોહેલ, યોગેશ ગોહેલ, સુનિલ જાદવ, બ્રિજેશભાઈ પરમાર, રમેશભાઈ પરમાર, જયસુખ ચુડાસમા, ભરવાડ સમાજના દિનેશભાઈ ભરવાડ, ભોજાભાઈ ભરવાડ, રમેશભાઈ ભરવાડ, રણછોડભાઈ ભરવાડ, ભનુભાઈ ભરવાડ, નિલેશભાઈ ભરવાડ, રાહુલભાઈ ભરવાડ, ગોપાલભાઈ ભરવાડ, રમેશભાઈ ભરવાડ, હરીભાઈ ભરવાડ, વિશાલભાઈ ભરવાડ, પ્રજાપતિ સમાજમાંથી લલીત વાડોલીયા, મહામંત્રી રાજકોટ શહેર, ભાજપ બક્ષીપંચ મોરચો, હરેશભાઈ વાડોલીયા, મહામંત્રી વરીયા વૈષ્ણવ, પ્રજાપતિ યુવક મંડળ વાણંદ સમાજમાંથી કિશનભાઈ સુરાણી, કાન્તીભાઈ ભટ્ટી, સુભાષભાઈ બગથરીયા, અશોકભાઈ બગથરીયા (ફોટોગ્રાફર), સગતભાઈ અમરેલીયા, યોગેશભાઈ બગથરીયા, બ્રહ્મસમાજ તરફથી ઓમ માનવ કલ્યાણ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ મધુરમભાઈ ખીરા, જે.પી. ત્રિવેદી, પંકજ દવે, મહેન્દ્રભાઈ ઉપાધ્યાય, કૌશિકભાઈ પાઠક, પી.જી. જોષી, નીરંજનભાઈ દવે, સતવારા સમાજ પ્રભુભાઈ નકુમ, પ્રમુખ શ્રી સતવારા સમાજ, અમુભાઈ પરમાર, શ્રીશાંતભાઈ પરમાર, શહેર ભાજપ કારોબારી મનજીભાઈ પરમાર, કાનાભાઈ ખાણધર, મહામંત્રી વોર્ડ નં.૧, કાળુભાઈ નકુમ, વસંતભાઈ, દિનેશભાઈ કણઝારીયા, રાજપૂત સમાજમાંથી ચંદુભા પરમાર, યુવરાજસિંહ ડોડીયા, હીતુભા ડોડીયા, મનોજસિંહ ડોડીયા, મૌલિકસિંહ વાઢેર, સહદેવસિંહ હેરમા, યોગરાજ તલાટીયા,  નિલેશ વાળા, સુરેન્દ્રસિંહ વાળા, ભવસિંહ ઓરા, સુરુભા ડોડીયા, રમેશસિંહ જાદવ, ક્ષત્રિય સમાજમાંથી યોગરાજસિંહ જાડેજા (પ્રમુખ વોર્ડ નં.૧૨ ભાજપા), રાજભા જાડેજા, સિદ્ધરાજસિંહ જાડેજા, દશરથસિંહ જાડેજા, પ્રશેશ વાઘેલા, ધર્મેશભાઈ ડોડીયા, ઉપપ્રમુખ શ્રી વોર્ડ નં.૧૨ ભાજપ, કિશનભાઈ ટીલવા, મંત્રી શ્રી રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ ઉમીયા યુવા સંગઠન રાજકોટ, મેહુલભાઈ પટેલ, જય ગજ્જર, કમલેશભાઈ, મનોજસિંહ ડોડીયા, હાર્દિકસિંહ ડાભી, નરેન્દ્રસિંહ ડોડીયા, રવિરાજસિંહ ડાભી, રમેશસિંહ જાદવ વિ.એ મહાઆરતીનો લ્હાવો લીધો હતો.

આ ઉપરાંત પૂજા હોબી સેન્ટરના પુષ્પાબેન રાઠોડ અને તેમના પુત્રી પૂજાબેન રાઠોડ દ્વારા તેમજ વિવેકભાઈ વાગડીયાના ગ્રુપ દ્વારા વિવિધ ટેલેન્ટ રજૂ કરવામાં આવેલ.

આજરોજ રાત્રીના ૯ કલાકે મહાઆરતી બાદ સપ્તસૂર ગ્રુપના આશિત સોનપાલ, મીનલ સોનપાલ તેમજ ગ્રુપ દ્વારા જૂના ગીતોનો કરાઓકે કાર્યક્રમ તેમજ આવતી કાલે શ્રીનાથજી આઠે સમાના દર્શનની ઝાંખીનો કાર્યક્રમ યોજાનાર છે.

આયોજનને સફળ બનાવવા મધુવન કલબ ચેરમેન તેમજ કોર્પોરેટર વોર્ડ નં.૧ શ્રી આશિષભાઈ વાગડીયા, રાજભા ઝાલા, રાજુ કીકાણી, બલીભાઈ ભરવાડ, કેલીશભાઈ રાઠોડ, મુકેશભાઈ વાણીયા, ચંદ્રેશભાઈ મુલીયાણા, પુનીત વાગડીયા, દર્શન મુલીયાણા, હર્ષ રાઠોડ, હિમાંશુ ચૌહાણ અને અવિ મકવાણા જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:38 pm IST)