રાજકોટ
News of Monday, 9th September 2019

શાસ્ત્રી મેદાનમાં રાત્રે જુના ગીતો ગુંજશે

આસિત સોનપાલ-જીતુભાઇ ભટ્ટ- હિનાબેન કોટડીયા-માયાબેન ભોજવાણી-મનોજ સોની- નીતાબેન સોની કર્ણપ્રિય ગીતો રજુ કરશે

રાજકોટઃ શહેરના નામાંકીત નોટરી એડવોકેટ દંપતિ આસિતભાઇ સોનપાલ તથા મિનલબેન સોનપાલ દ્વારા ઘણા વર્ષોથી ચાલતા સપ્તસુર ગ્રુપ દ્વારા આજે શ્રી વિઘ્નહર્તા દેવ ગણેશ મહોત્સવ ''રાજકોટ  કા રાજા'' શાસ્ત્રી મેદાનમાં ઉજવાય રહયો છે. તેમા સપ્તસુર ગ્રુપ દ્વારા અનેક ધાર્મીક ગીતો-ભજન, ગુજરાતી ગીતો તથા ફિલ્મી ગીતોનો ભવ્ય કાર્યક્રમ આજે યોજાશે.

આ કાર્યક્રમમાં શ્રી આસિતભાઇ સોનપાલ દ્વારા કર્ણપ્રિય ગીતોની રજુઆત થશે. સાથે શ્રી જીતુભાઇ ભટ્ટ (રીટાયર્ડ કસ્ટમ ઓફીસર) શ્રીમતી હિનાબેન કોટડીયા (કોટન કોર્પોરેશન ઓફીસર), શ્રીમતી માયાબેન ભોજવાણી (ગૃહીણી), શ્રી મનોજભાઇ સોની (વીધી જવેલર્સ), શ્રીમતી ગીતાબેન ભટ્ટ (ગૃહીણી) શ્રીમતી નીતાબેન સોની દ્વારા સુંદરમજાના કર્ણપ્રિય ગીતોનો  ઝરૂખો રજુ કરવામાં આવશે. કાર્યક્રમનું સંચાલન શ્રીમતી મીનલબેન સોનપાલ કરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ઘણા વર્ષોથી સંગીતક્ષેત્રે નામના ધરાવનાર નોટરી એડવોેકેટ આસિત સોનપાલ,કિશોર કુમાર, રફીજી, મન્નાડેના ગીતો સાથે ગુજરાતી ગઝલ-ગીતોના જાણકાર અનેક ગીત-સંગીત કાર્યક્રમો આપતા રહે છે. રાજકોટની જનતાને સપ્તસુર ગ્રુપ તથા રાજકોટ કા રાજાના આયોજકો કોર્પોરેટર શ્રી આશિષ વાગડીયા તથા તેમની સમગ્ર ટીમ દ્વારા આમંત્રણ અપાયું છે.

(4:37 pm IST)