રાજકોટ
News of Monday, 9th September 2019

રૂરલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ રાણાનું જેતપુરમાં સન્માન

પોસ્કો કેસમાં આરોપીને સજા કરાવી પીડીતાને ન્યાય અપાવનાર

તસ્વીરમાં રૂરલ ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ.એન.રાણાનું સન્માન કરાયું હતું તે નજરે પડે છે.

રાજકોટ, તા., ૯: જેતપુરના પોસ્કો કેસમાં પ્રસંશનીય તપાસ કરી આરોપીને સજા કરાવી પીડીતાને ન્યાય અપાવનાર રૂરલ ક્રાઇમ બ્રાંચના પોલીસ ઇન્સ્પેકટર  મહેન્દ્રસિંહ  રાણાનું જેતપુરમાં ભવ્ય સન્માન કરાયું હતું.

રાજયના  પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી  દ્વારા પોલીસ અધિકારી તથા કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી સારી કામગીરી બદલ તેઓને સન્માનીત કરવા સુચના આપવામાં આવે છે. જે અનુસંધાને રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં ગુન્હામાં સારી તપાસ કરી આરોપીને સજા મળે તે માટે તપાસમાં જીણવટભર્યું ધ્યાન રાખી તપાસ પુર્ણ કરી પોલીસ દ્વારા સફળ કામગીરી અને એક ગુનેગારને સજા સુધી પહોંચાડી અને પીડિતને યોગ્ય ન્યાય અપાવે તેવા અધિકારીઓનું સન્માન કરાયું છે. જેતપુર સીટી પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૭/૨૦૧ આઇ.પી.સી. ૮૯.૩૬૩,૩૬૬ અને પોકસો એકટની કલમ પ(એલ),૬ મુજબના ગુન્હો દાખલ થયેલ હતો. જે કેશની તપાસ ભોગ બનનાર તથા આરોપીને શોધી કાઢી અને આરોપી વિરૂધ્ધ સઘન પુરાવા એકત્રીત્, ખંતપુર્વક નિષ્ઠાથી બજાવી ખુબ સારી તપાસ કરેલ હોય અને આરોપીને સજા અપાવી સરાહનીય કામગીરી કરેલ હોય જે સારી કામગીરી બદલ રાજકોટ રૂરલ ૬૮૯ ના અધિકારી  રાણાને આજે જેતપુર ખાતે  સન્માનિત કરવામાં આવેલ  હતા સાથે આવાજ સરકારી વકીલ એવા પી.પી.પંડયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પોલીસ અધિકારીઓ તથા જેતપુરના ઉદ્યોગપતિઓ અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

(4:21 pm IST)