રાજકોટ
News of Monday, 9th September 2019

વ્યવસાય વેરો ભરવા પ હજારને નોટીસ

૬પ૦૦ વ્યવસાય ધારકોએ વ્યાજ માફીનો લાભ લીધોઃ તંત્રએ પ.૪૮ કરોડનું વ્યાજ માફ કર્યુ

રાજકોટ, તા. ૯ :  મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફી યોજના હોય વ્યવસાય વેરાની વસુલાત કરવા માટે સઘન રીકવરી ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત વ્યવસાય વેરામાં નોંધાયેલ વધુ ૪,૮૦૦ જેટલા બાકીદારોને વ્યવસાય વેરો ભરપાઈ કરવા નોટીસો પાઠવવામાં આવેલ છે. જેમા શોપધારકો, શો રૂમ, કારખાના, કંપનીઓ, ભાગીદારી પેઢીઓ, બેંકો, શાળા-કોલેજો, હોસ્પીટલો, શરાફી મંડળીઓ, વિવિધ ટ્રસ્ટ, જોબવર્ક કરતી પેઢીઓ, ડોકટર, વકીલ, સી.એ., આર્કિટેકટ વિ. સહિતની કેટેગરીનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં નોંધાયેલ કરદાતાઓ પાસેથી વ્યવસાય વેરાની વસુલાત ન આવ્યેથી નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વ્યાજ માફી યોજના હોઇ વ્યવસાયવેરાની વસુલાત કરવા માટે સઘન રીકવરી ઝૂંબેશ શરૂ કરવામાં આવેલ છે. જે અંતર્ગત અત્યાર સુધીમાં વ્યવસાયવેરામાં નોંધાયેલ કુલ ૧૬,૩૮૬ જેટલાં બાકીદારોને વ્યવસાયવેરો ભરપાઇ કરવા નોટીસો પાઠવવામાં આવેલ છે. આગામી દિવસોમાં નોંધાયેલ કરદાતાઓ પાસેથી વ્યવસાયવેરાની વસુલાત ન આવ્યેથી નિયમાનુસારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માટે આયોજન કરવામાં આવેલ છે.

વ્યવસાયવેરા વ્યાજ માફી યોજનાનો કુલ ૬,પરપ જેટલા વ્યવસાયીકો, ધંધાર્થીઓ દ્વારા લાભ લીધેલ છે. જેને કારણે રાજકોટ મહાનગરપાલિકાને વ્યવસાયવેરા પેટે રૂ. ૭.૧૬ કરોડની આવક થયેલ છે તેમજ કુલ રૂ. પ.૪૮ કરોડનું વ્યાજ માફ કરેલ છે. ચાલુ નાણાંકીય વર્ષની વ્યવસાયવેરાની કુલ આવક રૂ. ૧૭.ર૩ કરોડ થયેલ છે.

(4:13 pm IST)