રાજકોટ
News of Monday, 9th September 2019

વોર્ડ નં. ૧૦ માં ૧૪.૧૪૪ કરોડના ખર્ચે એ.સી. કોમ્યુનિટી હોલનું નિર્માણઃ વિશેષતા

રાજકોટ : શહેરમાં પશ્ચિમ ઝોન હેઠળનાં વિકસીત વિસ્તારમાં વોર્ડ નં. ૧૦ માં લગ્ન પ્રસંગ તેમજ અન્ય શુભ પ્રસંગો માટે કોમ્યુનીટી હોલની વ્યવસ્થા ન હોવાનાં કારણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વર્ષ ર૦૧૭-ર૦૧૮ મં યુનિવર્સિટી રોડ પર એસ. એન. કે. સ્કુલ પાછળનાં વિસ્તારમાં આધુનિક કોમ્યુનીટી હોલની સુવિધા આપવાનો નિર્ણય કરવામાં આવેલ. જે અન્વયે સંપૂર્ણ વાતાનુફુલીત ૩૭૬૩.૦૦ ચો. મી.નાં ક્ષેત્રફળમાં બાંધકામનું અંદાજીત ખર્ચ રૂ. ૧૪.૪૪ કરોડનાં ખર્ચે અંદાજીત ૧૦૦૦ લોકોની ક્ષમતા ધરાવતો આધુનિક સુવિધાઓ સાથેનો જેમ કે દરેક ફલોર પર ડાઇનીંગ હોલ, કિચન, વોશીંગ, સર્વિસ સ્ટેઇર, સર્વિસ લીફટ, મુખ્ય લીફટ નંગ-ર, ગ્રાઉન્ડ ફલોર તેમજ સેલર પાર્કીંગ  તથા શુભ પ્રસંગોએ આવતા મહેમાનોને કોમ્યુનીટી હોલમાં જ રહેવાની સુવિધા મળી રહે તે માટે ૧૦ (એ. સી.) ટોયલેટ-બાથ સાથેનાં રૂમ આધુનિક સવલતવાળા રૂમોનું આયોજન કરવામાં આવેલ છે. ૩ માળનાં કોમ્યુનીટી હોલને એનર્જી એફીશીયન્ટ બનાવવા માટે એલ. ઇ. ડી. લાઇટસ, સંપૂર્ણ હવા-ઉજાસ તેમજ ડબલ પ્લમ્બીંગ સીસ્ટમનું આયોજન કરવામાં આવેલ છે. કોમ્યુનીટી હોલનું આકર્ષક એલીવેશન તૈયાર કરવામાં આવેલ છે.

(4:09 pm IST)