રાજકોટ
News of Monday, 9th September 2019

ગોમતીચક્ર ભાવપૂજન લક્ષ્મીદાયક, ભાગ્યોદયકારક છે. પૂ.પારસમુનિ

સમસ્ત ગુજરાતમાં સર્વ પ્રથમવાર આયોજન

રાજકોટ તા.૯: ગોંડલ સંપ્રદાયના મહામંત્રી પ્રભાવક પૂ.શ્રી જગદીશમુનિ.મ.સા.ના સુશિષ્ય સદ્ગુરૂદેવ પૂ.શ્રી પારસમુનિ.મ.સાહેબેના સાનિધ્યમાં તા.૮ને રવિવારના ગોમતીચક્ર ભાવપૂજન રાખવામાં આવેલ.

ગોમતીચક્ર ભાવપૂજનનો કાર્યક્રમ સમસ્ત ગુજરાતમાં સર્વપ્રથમવાર કરાવામાં આવ્યો. જે અનેક ભાવિકો જોડાયા ગોંડલ સંઘ પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, મંત્રી જીજ્ઞેશભાઇ વોરા, સહમંત્રી મનિષભાઇ દેસાઇ, ગોંડલ નગર પાલિકા પ્રમુખ અશોકભાઇ પીપલીયા, આદિ તથા સંઘાણી સંઘ પ્રમુખ અશોકભાઇ કોઠારી આદિ તથા લોકાચ્છસંઘ,મૂર્તિપૂજકસંઘ, દિગ્મ્બર સંઘના પદાધિકારી ગણ અને જેતપુર, રાજકોટ,ધ્રોલ,વડોદરા, સુરેન્દ્રનગર,મુંબઇ આદિના ભાવિક ભકતો પધારેલ.

ગોમતીચક્ર ગોમતી નદીમાં થતા એક ગોળ ચક્રાકાર પત્થર છે. જેને હિન્દુમાન્યતા પ્રમાણે કૃષ્ણ સ્વરૂપ માનવામાં આવે છે. તેમાં રહેલો સાતનો અંક રાહુનો અંક દર્શાવે છે. જલમાંથી પ્રાપ્ત થાય છે માટે ચંદ્ર  સાથે સંબંધ ધરાવે છે. ચંદ્રની આંગળી કનિષ્ઠા (ટચલી) છે. તેથી તેમાં ધારણ થાય છે.

રાહુ અને ચંદ્રના દોષનુ નિવારણ કરે છે. લક્ષ્મીદાયક છે. ભાગ્યોદય કારક છે. બાળકને લાગતી નજરમાંથી બચાવે છે. દ્રવ્ય-ભાવ આરોગ્ય વર્ધક છે. આવા ગોમતીચક્રનું ભાવપૂજન કરી સર્વ સાધકોએ પોતાની જાતને ધન્ય અનુભવી.

જેમ શંખ જલમાંથી પ્રાપ્ત થાય છે તેમજ ગોમતીચક્રપણ જલમાંથી પ્રાપ્ત થાય છે. બંને લક્ષ્મીદાયક છે.

કાર્યક્રમબાદ ગોંડલ સંઘ, સંઘાણી સંઘ અને લોકાગચ્છસંઘ તરફથી સંઘ જમણ રાખવામાં આવેલ.

(4:04 pm IST)