રાજકોટ
News of Monday, 9th September 2019

સરગમ કલબ દ્વારા રવિવારે વિના મુલ્યે સર્વરોગ નિદાન સારવારનો સૌરાષ્ટ્ર વ્યાપી કેમ્પ

સંસ્થાના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જન્મદિને આયોજનઃ ૮૦ જેટલા નિષ્ણાંત તબીબો સેવા આપશેઃ એકસરે-સોનોગ્રાફી-લેબોરેટરી ટેસ્ટ પણ વિનામુલ્યેઃ આંખના ઓપરેશનના દર્દીઓને ચશ્મા વિના મુલ્યે

રાજકોટ તા. ૯: સમગ્ર સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ ગરીબ દર્દીઓ માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના જન્મદિન નિમિતે સરગમ કલબના ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ અને અશોક ગોંધિયા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટનાં સહયોગથી યોજાયેલ આ કેમ્પ માટે ઇન્ડીયન મેડિકલ એસોસિએશન-રાજકોટનો પણ સહયોગ મળી રહ્યો છે. ૮૦ જેટલા ડોકટરો વિવિધ પ્રકારના ૩૦ જેટલા રોગોનું નિદાન કરશે. કેમ્પ તા. ૧પના રવિવારે કોટક સ્કૂલ, મોટી ટાંકી પાસે, સવારે ૮-૩૦ કલાકે યોજાશે.

જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે સારવાર અને દવા ઉપલબ્ધ કરાશે અને સુવિધા પણ વિનામૂલ્યે અપાશે. દર્દીઓએ સવારે ૮-૩૦ કલાકે સીધા સ્થળ પર પહોંચી જવું. આ કેમ્પમાં સોનોગ્રાફી, એકસ-રે, લેબોરેટરી વગેરે પણ વિનામુલ્યે કરી આપવામાં આવશે.

આ કેમ્પમાં આંખના દર્દીઓને વિનામૂલ્યે ચશ્મા આંખના ઓપરેશન સાથે નેત્રમણી પણ રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી વિનામુલ્યે કરી આપવામાં આવશે.

આ નિદાન કેમ્પની સઘળી વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઇ પટેલ, ડો. પ્રફુલ્લભાઇ શાહ અને તેની સાથે મૌલેશભાઇ પટેલ, અરવિંદભાઇ દોમડિયા, ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા તેમજ લેડીઝ-જેન્ટસ કમિટિના ૧પ૦થી વધુ મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે. આ કેમ્પમાં પ્રોજેકટ ઇન્ચાર્જ તરીકે ડો. રાજેશભાઇ તૈલી, ડો. અમીતભાઇ હપાણી, ડો. પારસભાઇ શાહ, ડો. રશ્મીભાઇ ઉપાધ્યાય, ડો. નવલભાઇ શીલુ જહેમત ઉઠાવી રહ્યા છે.

કેમ્પનો લાભ લેવા ઇચ્છતા તમામ જરૂરિયાતમંદ દર્દીઓ કેમ્પના સ્થળ કોટક સ્કૂલે સવારે ૮-૩૦ વાગ્યે સીધા પહોંચી જવું. સ્થળ પર જવ કેસ કાઢવામાં આવશે.

કેમ્પમાં હૃદયરોગ જનરલ ફિઝીશ્યનઃ ડો. અમીતભાઇ હપાણી, ડો. પારસભાઇ શાહ, ડો. રાજેશ તૈલી, ડો. જીમ્મીભાઇ શેરસિયા, ડો. સંદીપભાઇ હરસોરા, ડો. વિરૂતભાઇ પટેલ, આંખના સર્જનઃ ડો. રેખાબેન ગોસલિયા, ડો. એચ. કે. સિંગ, ડો. રમેશભાઇ સોલંકી, ડો. સુરેશભાઇ કાચા, ઓર્થોપેડીક સર્જનઃ ડો. શ્યામભાઇ ગોહિલ, ડો. નિતીનભાઇ રાડિયા, ડો. કુલદીપભાઇ પરમાર, ડો. અચલભાઇ સરડવા, ડો. ભાર્ગવભાઇ પંડયા, ડો. નીલભાઇ ગોહેલ, ડો. કલ્પેશભાઇ બજાણિયા, ડો. મહેન્દ્રભાઇ દેવમુરારી, સ્ત્રીરોગ નિષ્ણાંતઃ ડો. નીતાબેન ઠકકર, ડો. દર્શનાબેન પંડયા, ડો. જીજ્ઞાબેન ગણાત્રા, ડો. પ્રતિભાબેન નથવાણી, ડો. જયોતિબેન પરાર, ડો. શિલ્પીબેન શાંખલા,પેથલોજીઃ ડો. દર્શિતાબેન શાહ, ડો. અતુલભાઇ પંડયા, આંતરડા, પેટના રોગના નિષ્ણાંતઃ ડો. ચેતનભાઇ મહેતા, ડો. અંકિતભાઇ માકડિયા, ફેમિલી ફીઝશ્યિનઃ ડો. નવલભાઇ શિલુ, ડો. જયેશભાઇ રાજયગુરૂ, ડો. રશ્મીનભાઇ ઉપાધ્યાય, કિડની ફિઝીશ્યનઃ ડો. પ્રફુલ્લભાઇ ગજજર, ન્યુરો સર્જનઃ ડો. કાન્તભાઇ જોગયાણી, ડો. કાર્તિકભાઇ મોઢા, ડો. સંજયભાઇ ટીલાળા, ડો. રાજેન્દ્રભાઇ ત્રિવેદી, ન્યુરો ફિઝીશ્યનઃ ડો. સુધીરભાઇ શાહ, યુરોલોજિસ્ટઃ ડો. રાજેશભાઇ ગણાત્રા, જનરલ સર્જનઃ ડો. હિતેશભાઇ મેઘાણી, ડો. ગોવર્ધનભાઇ વઘાસિયા, ડો. રાજેશભાઇ વાઘમશી, ડો. સ્વસ્તિકભાઇ શાંખલા, ડો. પ્રતિકભાઇ રાવલ, પ્લાસ્ટિક સર્જનઃ ડો. ગિરીશભાઇ અમભલાણી, ડો. ભૌમિકભાઇ ભાયાણી, કેન્સર સર્જનઃ ડો. રાજેશભાઇ માંકડિયા, ડો. હિમાંશુભાઇ કોયાણી, દાંતના સર્જનઃ ડો. બ્રિજેશભાઇ સોની, ડો. મેહુલભાઇ લાલસતા, ડો. તેજસભાઇ ત્રિવેદી, ડો. કૃપાબેન ઠકકર, બાળરોગ નિષ્ણાંતઃ ડો. મેહુલભાઇ મિત્રા, ડો. તેજસભાઇ હપાણી, ડો. સિધ્ધાર્થભાઇ પટેલ, ડો. મૌલિકભાઇ કોટવાડિયા, માનસિક રોગઃ ડો. પરેશભાઇ શાહ, ડો. જયેશભાઇ કાનાબાર, ડો. ક્રિષ્નાબેન પટેલ, ડો. વિક્રમભાઇ સોમૈયા, ડો.મ ભાવેશભાઇ કોટક, ઇએનટી સર્જનઃ ડો. ઉમંગભાઇ શુકલા, ડો. મનીષભાઇ મહેતા, ડો. હિમાંશુભાઇ ઠકકર, સ્કીન સ્પેશિયાલિસ્ટઃ ડો. પી. એમ. રામોતિયા,ડો. સુરેશભાઇ જોષીપુરા, ડો. હેમાંગભાઇ દેસાઇ, હોમિયોપેથીઃ ડો. એમ. જે. મેઘાણી, એકયુપ્રેશરઃ ડો. મુકેશભાઇ છત્રાળા, જનરલ ડોકટરઃ ડો. ચંદાબેન શાહ, ડો. પ્રફુલ્લભાઇ શાહ, ડો. વિનય વૈષ્નવ, ડો. તારાબેન ગાંધી, ડો. ઝરણાબેન પટેલ, ડો. વંદનાબેન ડાંગર, ડો. સૂર્યપ્રકાશ ચૌધરી, ડો. જીજ્ઞાબેન પટેલ, ડો. નીતાબેન બુધ્ધદેવ, ડો. સુભાષચંદ્ર પટેલ, ડો. શિલ્પાબેન દેપાણી સહિતના તબીબો સેવા આપશે.

સૌરાષ્ટ્રભરના તમામ દર્દીઓને આ કેમ્પનો લાભ લેવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાએ અપીલ કરી છે.

(3:55 pm IST)