રાજકોટ
News of Monday, 9th September 2019

પ્રદ્યુમન પાર્કમાં વધુ બે બેટરી કાર વસાવાશેઃ ટેન્ડર પ્રસિધ્ધ

૨૦૧૮-૧૯ના વર્ષમાં ૭.૪૧ લાખ સહેલાણીઓએ મુલાકાત લીધીઃ તંત્રને ૭૧ કરોડની આવક

રાજકોટઃ તા.૯, શહેરની ભાગોળે આવેલ મ્યુ.કોર્પોરેશ સંચાલીત પ્રદ્યુમન પાર્ક ખાતેનાં ઝૂમાં ખાતે  ઘણા સમયથી લોકોની બેટરી ઓપરેટેડ કાર વધારવાની માંગણી કરવમાં આવી હતી. જે અન્વયે તંત્ર દ્વારા ૧૪ સીટરની બેટરી વાળી કાર લેવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે.

આ અંગની પ્રાપ્ત માહિતી મુજબ શહેરમાં સૌથી વધુ મુલાકાતીઓ જયાં જાય છે તેવા  પદ્યુમન પાર્ક  ઝુ ખાતે હાલમાં ૫ સીટરની ૩ અને ૩ સીટરની ૫ બેટરી સંચાલીત કાર લોકોની સેવામાં છે. સહેલાણીઓનો ઘસારો રજા અને તહેવારોમાં ખુબ જ મોટા પ્રમાણમાં હોય છે. જેથી બેટરી વાળી કારમાં બધા જઇ શકતા નથી. તેથી જ તંત્ર દ્વારા નવી બે ૧૪ સીટર કાર ખરીદવા માટે ટેન્ડર પ્રસિધ્ધ કરાયા છે.

 પદ્યુમન પાર્ક માં ૫૪ પ્રજાતીઓના ૪૧૦ પ્રાણીઓ રખાયા છે. ૨૦૧૮-૧૯ના વર્ષમાં કુલ ૭.૪૧ લાખ સહેલાણીઓએ પાર્કની મુલાકાત લીધી છે. જેમાંથી તંત્રને ૭૧ કરોડની આવક થઇ છે. હવે મુલાકાતીઓની સુવીધા માટે વધુ બે બેટરી કાર પણ ટુંક સમયમાં કાર્યવન્તીત થઇ જશે.

(3:55 pm IST)