રાજકોટ
News of Monday, 9th September 2019

ખુશહાલ કિસાન, સમૃદ્ધ રાષ્ટ્ર

ખેડૂતોને રાષ્ટ્રીય બજારમાં તક આપવા માટે 'ઈ-નામ' યોજના

રાજકોટઃ કેન્દ્રીય કૃષિમંત્રી શ્રી પરસોતમ રૂપાલાએ અકિલાને જણાવેલ કે ખેડૂતોના વિકાસ માટે સરકાર આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધારી રહી છે. કિસાનોને સ્થાનિક બજાર ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ પોતાની ખેત ઉપજ વેચવાની તક મળે તે માટે 'ઈ-નામ' પોર્ટલ શરૂ કરવામાં આવેલ છે. જુદા જુદા યાર્ડને ઓનલાઈન વેપાર સાથે જોડવા માટે સરકાર સહાયતા કરી રહી છે. ખેડૂતોને વૈશ્વિક બજારનો લાભ મળે તે આ યોજનાનો હેતુ છે. આ યોજના અંતર્ગત ૭ ઓગષ્ટ ૨૦૧૯ સુધીમાં રાજ્યોને કેન્દ્ર તરફથી ૪૩૩.૨૩ કરોડ રૂપિયા ફાળવી દેવામાં આવ્યા છે.

(11:53 am IST)