રાજકોટ
News of Monday, 9th September 2019

અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળની રાજકોટના મહાસમિતિ સભ્યોની ચૂંટણીમાં સૂરજ પેનલનો વિજય

ભારે રસાકસી બાદ મોડીરાત્રે પરિણામ જાહેર : શ્રીમાળી સોની જાગૃત પેનલનો પરાજય : પુનિતાબેન પારેખને સૌથી વધુ મત મળ્યા

રાજકોટ : શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના 17માં સત્ર માટે મહાસમિતિના સભ્યોની ચૂંટણી દેશભરમાં તબક્કાવાર યોજાઈ રહી છે જેમાં રાજકોટ મહાસમિતિના છ સભ્યો માટે ચૂંટણી યોજાઈ હતી જેનું મોડીરાત્રે પરિણામ જાહેર થતા સુરજ પેનલનો વિજય થયો છે જયારે શ્રીમાળી સોની જાગૃત પેનલનો પરાજય થયો છે

   સવારે 8 વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે  5 વાગ્યા સુધી ચાલુ રહયું હતું જોકે છેલ્લી એક કલાક બાકી હતીઃ ત્યારે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો  અંદાજે 25 ટકા જેવી પાંખું મતદાન થયું છે અને મોડીસાંજથી મત ગણતરી કરતા સુરજ પેનલના ઉમેદવારો ભારે રસાકસી બાદ વિજયી થયા હતા અંદાજે 550 જેટલા મતદારોએ ક્રોસ વોટિંગ કર્યાનું મનાય છે જે નિર્ણાયક બન્યા હતા અને બંને પેનલ વચ્ચેની સરસાઈ ઘટાડી હોવાનું ચર્ચાઈ છે 

   સુરજ પેનલના પુનિતાબેન પારેખ ( 1610 ) ,દિલીપભાઈ રાણપરા (1594 ),અશોકભાઈ પાટડીયા (1452 ) .રીતેશભાઈ આડેસરા ( 1452 ) ,હરેશભાઇ પારેખ (1412 ) ,અને જગદીશભાઈ વાગડીયા ( 1375 ) મત મળતા વિજયી જાહેર થયા હતા જયારે શ્રીમાળી જાગૃત પેનલના જયસુખભાઇ આડેસરા (1242 ) ,છબીલભાઈ રાણપરા ( 1211) ,અરવિંદભાઈ પાટડીયા (1199 ) ,હરીશભાઈ સાહોલિયાં ( 1194) ,હરેશભાઇ આડેસરા (1180 ) ,જીતેન્દ્રભાઈ લાઠીગરા ( 1059 ) મત મળ્યા હતા , બે અપક્ષને પણ 106 મત અને 93 મત મળ્યા હતા જયારે  218 મત કેન્સલ થયા હતા

   અત્રે ઉલ્લેખનીય છે કે અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી ગત છ મહિના પહેલા  પૂર્ણ થયેલ હતી ત્યારબાદ મહાસમિતિના સભ્યો માટેની દેશભરમાં તબક્કાવાર ચૂંટણી યોજાઈ રહી છે રાજકોટની વસ્તી અને નોંધાયેલ આજીવન સભ્યોના આધારે રાજકોટને કુલ છ સભ્યો ફાળવાયેલ છે જેની ચૂંટણી ગતરોજ પૂર્ણ થયેલ હતી આગામી દિવસોમાં અન્ય શહેરોની બેઠક માટે ચૂંટણી યોજાનાર છે ચૂંટાયેલ સભ્યો પરિષદ બાદ વિધિવત મહામંડળના મહાસમિતિના સભ્ય પદ ગ્રહણ કરશે

 

(10:40 am IST)