રાજકોટ
News of Monday, 9th September 2019

સાયકલ રેલીમાં જોડાયેલા મીલીટ્રી ફોર્સના ૫૦૦ જવાનોનુ રાજકોટ પોલીસ કમિશ્નર દ્વારા સન્માન

મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી અંતર્ગત આયોજન કરાયુઃ બીએસએફ, સીઆરપીએફ, આઇટીબીપી, સીઆઇએસએફ અને એનએસજી ફોર્સના ૬ જવાનો જોડાયા

રાજકોટઃ મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતીના ઉજવણીના ભાગરૂપે ૫૦૦ બીએસએફ, આરપીએફ, આઇટીબીપી, સીઆઇએસએફ, આસામ રાયફલ તથા એનએસજી સહિતની ફોર્સ દ્વારા પોરબંદરથી દિલ્હી  રાજઘાટ સુધી સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. જે રેલી રાજકોટમાંથી પસાર થતા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઇન્ટ કમિશ્નર અજયકુમાર ચૌધરી, ડીસીપી ઝોન૧ના રવિ મોહન સૌની તથા ઝોન-૨ના મનોહરસિંહ જાડેજા,સહિતના અધિકારીઓ દ્વારા જવાનોનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને પોલીસ બોન્ડ તથા જવાનો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. બાદ પોલીસ કમિશ્નર કચેરી ખાતે શહિદ સ્મારક ખાતે વિર શહિદ જવાનોને તેના બલિખાન બદલ પુષ્પાંજલી આપવામાં આવી હતી અને વરસાદી વાતાવરણમાં રેલીમાં ભાગ લેનાર જવાનોને પોલીસ કમિશ્નર દ્વારા રેઇનકોટ અર્પણ કરી મોમેન્ટો આપવામાં આવી હતી. અને રેલીમાં ભાગ લેનાર ફોર્સના  બીએસએફના કમાન્ડર અખિલેશ તિવારી તથા અન્ય અધિકારીઓનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ.

(3:59 pm IST)