રાજકોટ
News of Friday, 9th August 2019

દેશી-વિદેશી દારૂના ધંધાર્થીઓ પર પોલીસના દરોડા યથાવતઃ ર૧ જગ્યાએથી ૧૬ ઝપટે ચડયા

પ્રનગર પોલીસે પકડેલો દારૂના જથ્થો અને શખ્સ નજરે પડે છે.

રાજકોટ તા.૯ : શહેરના અલગ-અલગ સ્થળે પોલીસ દ્વારા દેશી અને વિદેશી દારૂ અંગે ડ્રાઇવ રાખવામાં આવી હતી. પોલીસે ૧૮ સ્થળે દેશી દારૂના દરોડા પાડી ૧ર શખ્સોને અને ત્રણ સ્થળેથી દારૂની ૧૧પ બોટલ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર અજયકુમાર ચૌધરીની સૂચનાથી શહેરમાં દેશી અને વિદેશી દારૂ અંગેની ડ્રાઇવ રાખવામાં આવી હતી જેમાં બી ડીવીઝન પોલીસે ગ્રીનલેન્ડ ચોકડી આજીનદીના નાલા પાસેથી રૂ. ૧૦૦ના દેશીદારૂ સાથે રમેશ છગનભાઇ વઢવાણા (ઉ.૪૯) (રહે. માલધારી સોસાયટી) અને રૂ.૧૦૦ નો દેશી દારૂ સાથે ધનસુખ ગોવિંદભાઇ બારીયા (ઉ.૩૬) (રહે.માલધારી સોસાયટી સાગર ચોક પાસે મફતીયાપરા) તથા મોરબી રોડ જકાતનાકા પાસેથી રૂ.૬૦ નો દેશી દારૂ સાથે ભુપત વશરામભાઇ ડાભી (ઉ.ર૭) (રહે. બેડીગામ)ને, વેલનાથપરા પાસે રૂ.૧૬૦ના દેશી દારૂ સાથે મનોજ મોહનભાઇ સોલંકી (ઉ.૩૪) (રહે.ગણેશપાર્ક) ને તથા રૂ.૧૦૦ ના દારૂ સાથે હરેશ ડાયાભાઇ સોલંકી (ઉ.૩૯) (રહે. વણકરવાસ બેડીગામ) ને, લાલપરી મફતીયાપરામાંથી રૂ.૧૦૦ ના દેશી દારૂ સાથે  રાજેશ બાબુભાઇ મોરે (ઉ.૩૬) (રહે.લાલપરી મ.પરા) ને તથા થોરાળા પોલીસે ભાવનગર રોડ, ચૂનારાવાડ શેરી નં.૩ માંથી રૂ.૬૦ ના દેશી દારૂ સાથે જીતેશ મનસુખભાઇ ડાભી (ઉ.૩૦) ને તથા કુબલીયાપરામાંથી રૂ.૧૬૦ નો દેશી દારૂ કબ્જે કરી નીતુ વિક્રમભાઇ સોલંકીની શોધખોળ હાથ ધરી છે જયારે કુવાડવા રોડ, પોલીસે નવાગામ મામાવડી પાસેથી રૂ.૮૦ ના દેશી દારૂ કબ્જે કરી ગોપાલ ચંદુભાઇ બુટીયાની શોધખોળ આદરી છે.

જયારે આજીડેમ પોલીસે સ્વાતીપાર્ક સોસાયટી પાસે ઝુપડામાંથી રૂ.૧૪૦ ના દેશી દારૂ કબ્જે કરી હંસા રામજીભાઇ વાઘેલા (ઉ.૩૧) ની શોધખોળ હાથ ધરી છે જયારે પ્રનગર પોલીસે જંકશન પ્લોટ શેરી નં. પ માંથી રૂ.ર૦ના દેશી દારૂ સાથે હરેશ બટુકભાઇ વાઘેલા (ઉ.૪૦) (રહે. કોઠી કમ્પાઉન્ડ કવાર્ટર નં. ૧૧૬) ને પકડી લીધો હતો.

ગાંધીગ્રામ પોલીસે છોટુનગર મફતીયાપરા શેરી નં. રમાંથી રૂ.૧૬૦ ના દેશી દારૂ સાથે લીલા વજુભાઇ વાજેલીયાને, તથા તાલુકા પોલીસે દોઢસોફુટ રોડ પર સવન બીલ્ડીંગની પાછળ ઝુપડપટ્ટીમાંથી રૂ.૪૦ ના દેશી દારૂ સાથે ગૌરી રાજુભાઇ ઠાકુર (ઉ.૩૦) ને નાનામવા રોડ આંબેડકરનગર મેઇન રોડ પરથી રૂ.૧૪૦ના દેશી દારૂ સાથે વિપુલ હિરાભાઇ રાઠોડ (ઉ.૩૯) ને તથા કાલાવડ રોડ સરપંચની વાડી પાસે ઇંટુના ભઠ્ઠા પાસેથી રૂ.૩ર૦ નો દેશી દારૂ કબ્જે કરી બેના ધીરૂ મંદુરીયાની અને બાલુ ધીરૂ મંદુરીયાની શોધખોળ હાથ ધરી છે. જયારે શનિવારી બજાર મેઇન રોડ પરથી રૂ.૧૦૦૦નો દેશી દારૂ કબ્જે કરી રૈયા હલુભાઇ મુડવીની શોધખોળ આદરી છે. જયારે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરામાંથી રૂ.૧૦૦ નો દેશી દારૂ કબ્જે કરી ગુલાબ કરમશીભાઇ સાડમીયાની શોધખોળ હાથ ધરી છ.ે

જયારે વિદેશી દારૂના દરોડામાં કુવાડવા રોડ પોલીસ મથકના એએસઆઇ ડી.કે.ડાંગર તથા રાજેશભાઇ ચાવડા સહિતે ભીચરી ગામમાં રહેતા બહાદુર દેવદાનભાઇ ડાંગર (ઉ.૪૪) નીક વાડીની ઓરડીમાંથી રૂ. ૧ર૦૦ ની કિંમતની દારૂની ત્રણ બોટલ સાથે બહાદુર ડાંગરને અને માલીયાસણથી ખેરડી રોડ ઉપરથી જી.જે.૩ સીએ. ૭૪૧ નંબરની સ્કોર્પીયો કારમાંથી રૂ.૮૮૦૦ ની કિંમતની દારૂન રર બોટલ સાથે ભરત દેવશીભાઇ પલાળીયા (ઉ.૩ર) (રહે. દેવનગર ઢોરોનવાગામ) અને ભરત વેલા પલાળીયા (ઉ.રર) (રહે. નવાગામ રંગીલા સોસાયટી)ને પકડી લઇ કાર્યવાહી કરી હતી બાદ પ્રનગર પોલીસે બાતમીના આધારે રેલનગર છત્રપતી શીવાજી ટાઉનશીપના કમ્પાઉન્ડની દીવાલ પાસેથી દારૂની ૯૦ બોટલ સાથે પ્રકાશ કિશોર લાલવાણી (ઉ.ર૭) (રહે. છત્રપતી ટાઉનશીપ બ્લોક નં. બી કવાર્ટર નં.૪૦૩) ને પકડી લીધો હતો જયારે દારૂ આપનાર રાજદીપ ઉર્ફે ભીમો કાનજી પઢીયાર અને પપ્પુનામના શખ્સનું નામ ખૂલતા બન્નેની શોધખોળ આદરી છે.

(3:54 pm IST)