રાજકોટ
News of Friday, 9th July 2021

આમ આદમી પાર્ટી દ્વારા સદસ્યતા જોડો અભિયાન

રાજકોટ તા. ૯: આમ આદમી પાર્ટી સદસ્ય જોડવાનું અભિયાન ગુજરાતમાં ચાલુ હોય તેને અનુસંધાને રાજકોટમાં ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલભાઇ ઇટાલીયા તથા સંસ્થાપક અને પ્રદેશ ફંટલ સંગઠનના અધ્યક્ષ પ્રો. કિશોરભાઇ દેસાઇ તથા ગુજરાત સંગઠન મંત્રીઓ અજીતભાઇ લોખીલ તથા રાજભા ઝાલા તથા શહેર અધ્યક્ષ શિવલાલભાઇ પટેલની હાજરીમાં શહેરના વિવિધ વોર્ડના કાર્યકરો તથા આમ પ્રજાજનો સંગઠન પાર્ટીમાં જોડાયેલ હતા.

જેમાં પૂર્વ ભાજપના ઉપપ્રમુખ તેવા વિજયભાઇ દેસાઇ તથા તેમની ટીમ સામેલ થયેલ. મહેન્દ્રસિંહ જાદવ યુવા ભાજપના શહેરી, સંગઠનમંત્રી યુવા ભાજપના રપ વર્ષ જુના ટીમ સાથે જોડાયેલ હતા. તેમજ રમણીકભાઇ હરણેશા, જયંતીભાઇ નસીત, વૈભવભાઇ, ગૌરાંગભાઇ અમીપરા, પ્રતિકભાઇ ટીમડીયા, હર્ષીતભાઇ ગોંડલીયા, દર્શનભાઇ ભુવા, સીએ. તેઓની ટીમ સાથે જોડાયેલ પંકજભાઇ દુધાતરા, હસમુખ માલવીયા જૈન અગ્રણી મુળજીભાઇ રામાણી, એમ. પી. વાળા અશોકભાઇ હાપલીયાની ટીમ સાથે રામભાઇ પરમાર, ભુપતભાઇ ભરવાડ, દાનાભાઇ, બટુકસિંહ, રાજેશભાઇ લુણાગરીયા, હરેશ મુળાસીયા, અરવિંદભાઇ, સમીરભાઇ પાલેજા, મહીલા મોરચામાં પણ હેતલબેન છાયા, કૈલાસબેન ચૌહાણ વગેરે જોડાયેલ.

પ્રોગ્રામમાં શહેરના સંગઠન મહામંત્રી રાહુલ ભુવા, સંજયસિંહ વાઘેલા, કે. કે. પરમાર ઉપપ્રમુખ ચેતનભાઇ કામાણી, ઝોન પ્રભારીઓ વિપુલ તૈરવા, રાકેશ સોરઠીયા, અનિલ પટેલ, યુવા પ્રમુખ રવી માણેક, લઘુમતી પ્રમુખ અલતાફ રાઉમા, એસ.સી.શેલના દિપકભાઇ મકવાણા તથા એસ.સી. શેલના પ્રમુખ ઉતમભાઇ રાઠોડ તથા મહિલા અગ્રગણ્ય રાંજલબેન ગઢવી, તુનજાબેન દોશી, હર્ષાબેન શેઠ, સહિતના મહિલાઓ તેમજ તમામ વોર્ડના હોદેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવેલ હતો.

(3:51 pm IST)