રાજકોટ
News of Friday, 9th July 2021

પ્રદેશ ભાજપ દ્વારા નિયુકત વિવિધ સેલના સંયોજકોને અભિનંદન : ભંડેરી -ભારદ્વાજ -મિરાણી

રાજકોટ,તા. ૯  તાજેતરમાં જ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પ્રદેશના વિવિધ સેલના સંયોજકની વરણી જાહેર કરવામાં આવેલ. જેમાં મહાનગરમાંથી પ્રદેશ ભાજપના વિવિધ સેલમાં ડો. માધવભાઈ દવે, ડો. અતુલભાઈ પંડયા,  મહેન્દ્રભાઈ પાડલીયા, દિલીપભાઈ પટેલ, દિનેશભાઈ ટોળીયા, પૃથ્વીરાજસિહ વાળાની વરણી કરવામાં આવી છે. ત્યારે  મહાનગરના આ તમામ સંયોજકની વરણીને ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરએ આવકારી શુભેચ્છા પાઠવી છે.

મહાનગરમાંથી સ્થાન પામનાર ડો. માધવભાઈ દવેને પ્રદેશ આર્થિક સેલના સંયોજક તરીકે , ડો. અતુલભાઈ પંડયાને પ્રદેશ ચિકિત્સા સેલના સંયોજક તરીકે , મહેન્દ્રભાઈ પાડલીયાને પ્રદેશ શિક્ષણ સેલના સંયોજક તરીકે , દિલીપભાઈ પટેલને પ્રદેશ વિધી( કાયદા વિષયક) સેલના સંયોજક તરીકે , દિનેશભાઈ ટોળીયાને પ્રદેશ માલધારી સેલના સંયોજક તરીકે  અને પૃથ્વીરાજસિહ વાળાને પ્રદેશ રમતગમત સેલના સંયોજક તરીકેની ભુમિકા ઉત્કૃષ્ઠ રીતે નીભાવી પાર્ટીનો વ્યાપ વધારશે તેવી  ગુજરાત મ્ય. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુર સહીતના અગ્રણીઓએ  શુભેચ્છા પાઠવી આવકારસહ અભિનંદન પાઠવ્યા હતા.

(3:15 pm IST)