રાજકોટ
News of Friday, 9th July 2021

તનીષ્ક એપાર્ટમેન્ટવાસીઓની માંગણીઃ સરકસ-જાદુના ખેલ-કથા સહિતના કાર્યક્રમો માટે અમારી બાજુ આયોજન ન કરતા

શાસ્ત્રી મેદાનની કાયાપલટ કરો તે પહેલા અમને સાંભળો : ભારે હેરાનગતિ થાય છે : પારાવર ગંદકી ઉદ્દભવે છેઃ કલેકટરને આવેદન

રાજકોટ તકા. ૯ : શાસ્ત્રીમેદાનની બાજુમાં આવેલ તનીષ્ક ફલેટ એસો.ના પ્રમુખ અને રહેવાસીઓએ કલેકટરને આવેદન પાઠવી શાસ્ત્રી મેદાનમાં કાયાપલટ અંગે વિવિધ માંગણીઓ કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે શાસ્ત્રી મેદાનના આર.કે.સી.તરફના છેડા પર મેદાનને અડીને અમારૂ 'તનિષ્ક એપાર્ટમેન્ટ' નામનું હાઇરાઇઝ બીલ્ડીંગ આવેલ છે જેમાંં ટાવર એ તથા બી મળીને ૭૭ ફલેટ આવેલ છે જેના અમો રહીશો છીએ શાસ્ત્રીમેદાનના કાયાપલટને અમો આવકારીએ છીએ, પરંતુ અમારી બાજુએ સરકસ, જાદુગરના પોગ્રામ, કથા, રાજકીય સભાઓનું સ્થળ, પ્રદર્શન વગેરે માટેનું આયોજન કરેલ છે. જેની સામે અમારો સખત વિરોધ છે. અમારા વિરોધને સમજી શકાય તેવા કારણો હતા.

સરકસના કારણે તેના પ્રાણીઓના અવાજ આખી રાત આવતા રહેતા હોય છે. જેને કારણે મોટી ઉંમરની વ્યકિતઓ, બીમાર વ્યકિતઓ તથા બાળકોને રાત્રી દરમ્યાન સતત ખલેલ પહોચે છે. તથા આવી નિંદરમાં ખલેલ પડતી પ્રવૃતિ સરકસ ચાલે એટલે આસરે એકથી દોઢ મહિના જેટલા લાંબા સમય સુધી ચાલુ રહે છે. જે અમારા આરોગ્ય માટે હાનિકાર થાય છે. વધારામાં સ્પીકરના અવાજનું દુષણ ઉદ્દભવે છે. જાદુના પ્રોગ્રામમાં પણ આવુ જ અવાજનું દુષણ ઉદ્દભવતું હોય છે. સરકારના સ્ટાફના માણસો પણ ત્યાંજ રહેતા હોય શૌચાલય તથા તેઓની ખાણીપીણી વગેરેને કારણે પણ અસહ્ય ગંદકી થાય છે. તે જ રીતે કથા માટે ઉપયોગી થવાથી પણ કથા ચાલે તેટલા દિવસ લાઉડ સ્પીકરનો સતત અવાજ અમારી શાંતિના ભંગરૂપ બને છે.આથી અમોને ખલેલ રૂપ આયોજન ન થાય. તે જોવા માંગણી છે.

(3:13 pm IST)