News of Tuesday, 9th July 2019
ભકિતનગર સોસાયટીની વાર્ષિક સભાઃ નીતિનભાઈ ઢાંકેચાનું સન્માન
રાજકોટઃ રાજયની પ્રથમ હરોળની અને વિકસીત અને સંસ્કારયુકત હાઉસીંગ સોસાયટી એવી ભકિતનગર સોસાયટીની ૭૧મી સાધારણસભા સોસાયટીના ચેરમેન નીતિનભાઈ ઢાંકેચાના અધ્યક્ષસ્થાને મળેલ હતી. સોસાયટીના નવા વર્ષના પ્રમુખ તરીકે પુનઃ ચુંટાયેલા મુકેશભાઈ ડાંગરનું સમગ્ર સોસાયટી પરિવારવતી શૈલેષભાઈ પટેલે ફુલહારથી અભિવાદન કરેલ. નીતિનભાઈ અમરનાથ યાત્રાએ જતા હોવાથી સમગ્ર સોસાયટી પરીવારવતી મનુભાઈ એમ.મારૂએ ફુલહાર કરી શુભેચ્છા પાઠવેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સોસાયટીના સેક્રેટરી પ્રવિણભાઈ કાનાબારે કરેલ હોવાનું યાદીમાં જણાવાયું છે.
(3:21 pm IST)