રાજકોટ
News of Tuesday, 9th July 2019

મશીન ટુલ્સ મેન્યુફેકચરર્સ એસો.ના હોદ્દેદારો

પ્રમુખ યોગીન છનીયારાઃ ઉપપ્રમુખ હરેશ પટેલ

રાજકોટઃ તાજેતરમાં મશીન ટુલ્સ મેન્યુફેકચરર્સ એસોસીએશન, રાજકોટની વર્ષ ૨૦૧૮- ૧૯ની વાર્ષિક સાધારણ સભા હોટલ રીજેન્ટા આર.પી.જે., રાજકોટ ખાતે મળેલ હતી. આ મીટીંગનું સંચાલન એસોસીએશનના ડાયરેકટર શ્રી દેવલ ઘોરેચાએ કરેલ. આ મીટીંગમાં એસોસીએશનના સેક્રેટરી શ્રી તેજસ દુદકીયાએ ગત વર્ષની વાર્ષીક સાધારણ સભાની મીનીટસ વાંચેલ. આ ઉપરાંત એસોસીએશનના પ્રમુખ શ્રી રાજુભાઈ ભંડેરી તથા અન્ય કારોબારી સભ્યો દ્વારા બેરીંગ, ડીરેકટરી,  મેમ્બરશીપ તથા એકઝીબીશન કમીટીનો અહેવાલ તથા એસોસીએશનના વાર્ષિક હિસાબો રજુ કરવામાં આવેલ. એસોસીએશનનાં નવા વર્ષ ૨૦૧૯- ૨૦ અને ૨૦૨૦-  ૨૧ માટેનાં બીન હરીફ કારોબારી સભ્યોના હોદાની જાહેરાત કરવામાં આવેલ જે આ મુજબ છે. યોગીન છનીયારા (પ્રમુખ), હરેશ પટેલ (ઉપ પ્રમુખ), તેજસ દુદકીયા (સેક્રેટરી), દેવલ ઘોરેચા (જો.સેક્રટરી), કનકસિંહ ગોહીલ (ખજાનચી), સચીન નગેવાડીયા, બ્રીજેશ સાપરીયા, કરણ પરમાર, પીયુષ ડોડીયા, અશ્વીન કવા અને કેતન ગજેરાની નિયુકિત થયેલ.

(3:20 pm IST)