રાજકોટ
News of Monday, 9th July 2018

શહેરમાં ચાર માસમાં ૧૭ હજાર વાહનો વેંચાયા

સૌથી વધુ ટુ વ્હીલર ૧૩,૯૪૪ વાહન વેંચાયાઃ કોર્પોરેશનને વાહન વેરાની રૂ ૪.૨૩કરોડની આવક

રાજકોટ,તા.૯: પેટ્રોલ-ડીઝલનો ભાવ કુદકેને ભૂસકે વધી રહ્યો છે. અને સામાન્ય નાગરીકોમાં આ મુદ્ જબરો દેકારો બોલી ગયો છે. છતાં પેટ્રોલ-ડીઝલનાં ઇંધણથી ચાલતાં વાહનોનું ધુમ  વેચાણ થઇ રહ્યાનું સત્તાવાર નોંધાયું છે. મ્યુ. કોર્પોરેશન દ્વારા નવા વાહનોની ખરીદી ઉપર વાહન વેરો વસુલવામાં આવે છે. જેનો સત્તાવાર આંકડો જાહેર થયા મુજબ શહેરમાં ચાલુ નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮નાં માત્ર ચાર મહિનામાં ૧૭,૧૦૬   ટુ અને ફોર વ્હીલર વાહનો વેચાતા  મ્યુનિ. કોર્પોરેશનનાં વાહન વેરાની રૂ.૪.૨૩ કરોડની આવક થવા પામી છે.

આ અંગે કોર્પોરેશનનાં વહનવેરા વિભાગ માંથી મળતી પ્રાપ્ત માહિતી મુજબ તા.૧ એપ્રિલ થી તા. ૬ જુલાઇર્ સુધીમાં ૧૨ પ્રકારના  ૧૭,૧૦૬ વાહનો વેચાતા કુલ રૂ. ૪,૨૩,૦૦,૦૨૨ ની આવક થવા પામી છે. આ પૈકી ૧૩,૯૪૪ ટુ વ્હીલરના રૂ.૮.૫૩ કરોડ, ફોર વ્હીલર(પેટ્રોલ) ૧૫૪૬ વાહનોના રૂ.૧.૫૭ કરોડ , ફોર વ્હીલર(ડિઝલ)ના ૭૧૨ વાહનો વેચાતા રૂ.૧.૩૧ કરોડ તથા થ્રી વ્હીલર ૫૨૮ વાહનો વેંચાતા રૂ.૧ કરોડ, ૬ વ્હીલર ૫૬નાં રૂ. ૧.૮૩ કરોડ સહિત કુલ રૂ.૪.૨૨ કરોડની આવક  તંત્રની તીજોરીમાં થવા પામી છે.

 ગત વર્ષે વાહન વેરાની અંદાજીત કુલ ૯.૭૦ કરોડની આવક થવા પામી હતી. આ ત્રણ માસમાં રૂ.૩ કરોડની આવક થઇ હતી. આમ આ વર્ષે રૂ.૧ કરોડ વધુ થવા પામ્યા છે.

અત્રે નોંધનીય છે, તંત્ર દ્વારા ગત વર્ષથી વાહનની કિંમતનાં ૧ ટકા લેખે વેરો વસુલવામાં આવતો હતો. હવે એપ્રિલ ૨૦૧૮થી ૧ લાખથી વધુનાં કિમંતનાં વાહન વેરાના ૨ ટકા લેખે વેરો વસુલવામાં આવે છે.

(4:41 pm IST)