News of Monday, 9th July 2018
મવડીના સંદિપ પટેલ પર અભેપરમાં ધોકાથી હુમલો
બાઇક અથડાતાં અજાણ્યા શખ્સો તૂટી પડ્યા
રાજકોટ તા. ૯: મવડીમાં કાવેરી પાર્ક-૧માં રહેતાં સંદિપ હેમતભાઇ કોઠીયા (ઉ.૨૭) નામના પટેલ યુવાન પર લોધીકા નજીક અભેપર ગામમાં રાત્રીના સવા બારેક વાગ્યે અજાણ્યા શખ્સોએ હુમલો કરી ઢીકા-પાટુ અને ધોકાથી માર મારતાં લોધીકા સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારાએ લોધીકા પોલીસને જાણ કરી હતી.
સંદિપ બાઇક લઇને અભેપર ગયો હતો. તેની સાથે અન્ય એક યુવાન પણ હતો. ત્યારે સામેથી આવતાં બાઇક સાથે અકસ્માત થતાં તેના ચાલકે ઝઘડો શરૂ કર્યો હતો. બાદમાં બીજા અજાણ્યા શખ્સોએ ભેગા થઇ સંદિપને મારકુટ કરી હતી. જો કે તેણે ફરિયાદ નોંધાવવી નહિ હોવાનું લોધીકા પોલીસને જણાવ્યું હતું. (૧૪.૭)
(12:54 pm IST)