રાજકોટ
News of Saturday, 9th June 2018

કોટડા સાંગાણી જુમા મસ્જીદ ટ્રસ્ટ પ્રમુખે કરેલી ફરિયાદની સામે બશીર બાંગાની વળતી ફરિયાદ

ગોંડલ-કોટડા સાંગાણી તા.૯: કોટડાસાંગાણીની  જુમા મસ્જીદના ઓટલા પર બેઠેલા રાજકોટ જિલ્લા લઘુમતિ મોરચાના ઉપપ્રમુખ સલીમભાઇ પતાણીનો પુત્ર સોયેબ  પર પાંચ શખ્સોએ તમે ભાજપના કેમ કામ કરો છો તેમ કહી ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેને સારવાર માટે ગોંડલ હોસ્પિટલે ખસેડાયો હતો.

 દરમિયાન આ પ્રકરણમાં જુમા મસ્જીદ ટ્રસ્ટના પ્રમુખ બસીરભાઇ બાંગાએ પણ સલીમ ઁભાઇ પતાણી સામે વળતી ફરિયાદ કરી છે. જેમા જણાવ્યુ છે કે, સલીમ પતાણીએ ખોટી ફરિયાદ કરી છે જેના કારણે મુસ્લીમ સમાજમા રોષ ફેલાયો છે. (રર.પ)

(4:38 pm IST)