રાજકોટ
News of Saturday, 9th June 2018

થોરાળામાં આકાશ, નિલેશ અને વિજય છરી સાથે પકડાયા

રાજકોટ તા.૯: થોરાળા વિસ્તારમાં ડાભી હોટલ પાસે, થોરાળા મેઇન રોડ તથા ટ્રેકટર ચોકમાંથી ત્રણ શખ્સોને છરી સાથે થોરાળા પોલીસે ઝડપી લીધા છે.

મળતી વિગત મુજબ થોરાળા પોલીસ મથકના એએસઆઇ ડી.કે. ડાંગર તથા મહેશભાઇ મંઢ, નિશાંતભાઇ પરમાર, વિજયભાઇ મહેતા અને રોહિતભાઇ કછોટ સહિત પેટ્રોલીંગમાં હતાં ત્યારે ડાભી હોટલ પાસેથી આકાશ વિનુભાઇ ગોહેલ (ઉ.વ. ૨૦) (રહે. રાધેક્રિષ્ના સોસાયટી) તથા થોરાળા મેઇન રોડ પરથી નિલેશ સવજીભાઇ ખીમસુરીયા (ઉ.વ. ૨૩) (રહે. નવા થોરાળા સર્વોદય સોસાયટી શેરીનં. ૩) તથા ટ્રેકટર ચોક માંથી વિજય ભાણજીભાઇ સોલંકી (ઉ.વ. ૨૨) (રહે. કુબલીયાપરા શેરીનં. ૪ ગાભાવાળી શેરી) ત્રણેયને છરી સાથે ઝડપી લઇ કાર્યવાહી કરી છે. (૧.૧૩)

 

(4:38 pm IST)