રાજકોટ
News of Saturday, 9th June 2018

રાજકોટ નાગરિક બેંક દ્વારા સભાસદ પરિવારજનોને તબીબી તપાસમાં આર્થિક સહયોગ : પંચનાથ નિદાન કેન્દ્રમાં ખાસ વ્યવસ્થા

કોઠારી નિદાન કેન્દ્ર માં તેમજ કેન્સર અને કિડની હોસ્પિટલમાં પણ આર્થિક સહાયની યોજના

રાજકોટ તા. ૯ : સામાજીક ઉત્તર દાયિત્વના કાર્યો કરતી રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા પંચનાથ નિદાન કેન્દ્રમાં  આર્થિક સહયોગ આપી સભાસદ પરિવારો માટે ખાસ તબીબી તપાસની સુવિધાનો મંગલ પ્રારંભ બેન્કના વાઇસ ચેરમેન જીવણભાઇ પટેલના હસ્તે કરાયો હતો.

રાજકોટ નાગરિક બેન્ક દ્વારા પંચનાથ નિદાન કેન્દ્રમાં સભાસદ પરિવારજનો (પોતે, પત્ની, માતા, પિતા, અપરિણત બાળકો) ને એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષ દરમિયાન તબીબી તપાસના બિલનાં ૫૦ ટકા, મહતમ રૂ.૧૦૦૦ બે માંથી જે ઓછુ હોય તે મુજબ આર્થિક સહાય મળે છે. આ લાભ મેળવવા માટે કેસ બારી ઉપર બેન્કનું સ્માર્ટ કાર્ડ અને જે તપાસ કરાવવા માટે ડોકટરે ચીઠ્ઠી આપી હોય તેની ઝેરોક્ષ નકલ તથા ફોટો આઇડી પ્રુફ આપવાના રહે છે.

આ પ્રસંગે જીવણભાઇ પટેલ (વાઇસ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન ડીરેકટર), દિપકભાઇ મકવાણા (ડીરેકટ૨), કિર્તીદાબેન જાદવ (ડીરેકટર), લલિતભાઇ (કાળુમામા) વડેરીયા (કન્વીનર રૈયા રોડ શાખા વિકાસ સમિતિ), વિનોદ શર્મા (સી.ઇ.ઓ.), મનીષભાઇ શેઠ (એ.જી.એમ. સભાસદ પરિવાર સેવા કેન્દ્ર), કિશોરભાઇ મુંગલપરા (સ્ટાફ રિલેશન મેનેજર), હરીશભાઇ શાહ (સ્ટાફ રિેલેશન મેનેજર), નિલેશભાઇ શાહ (મેનેજર ટ્રેઇનીંગ), ઉમેદભાઇ જાની, મનસુખભાઇ ગજેરા, કિરીટભાઇ કાનાબાર, ગુણવંતભાઇ ભટ્ટ, ઇમ્તીયાઝભાઇ ખોખર, સાગરભાઇ શાહ, ભાવેશભાઇ રાદવેવ, દેવાંગભાઇ માંકડ, નીતિનભાઇ મણીઆર, ડો. નીતાબેન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ નાગરિક સહકારી બેન્ક દ્વારા શ્રી પંચનાથ નિદાન કેન્દ્રની જેમ જ કોઠારી નિદાન કેન્દ્રમાં પણ તબીબી તપાસમાં આર્થિક સહાય આપવામાં આવે છે.

ઉપરાંત કેન્સર હોસ્પિટલ રાજકોટ, બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ, એન. એમ. વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ, સીનર્જી હોસ્પિટલ, સીમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે તબીબી સારવારમાં બેન્ક દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે.બેન્કની અન્ય યોજનાકીય માહિતી કે સભાસદ કલ્યાણકારી યોજનાઓ વિશે વિશેષ જાણકારી માટે બેન્કના 'સભાસદ પરિવાર સેવા કેન્દ્ર' ફોન- ૦૨૮૧- ૨૨૩૩૯૧૯, રર૩૬૮૫૫ ખાતે સંપર્ક કરવા જણાવાયુ છે. (૧૬.૪)

(4:32 pm IST)