રાજકોટ
News of Saturday, 9th June 2018

ભારતનગર પી.પી.પી. આવાસ યોજનાથી ટી.પી. સ્કીમના રસ્તાઓ બંધઃ કલેકટરને રજુઆત

રસ્તાઓ ખુલ્લા કરી દેવા મવડીની શ્યામલ કુંજ સોસાયટીના રહેવાસીઓએ આવેદન પાઠવ્યું

રાજકોટ તા.૯: મ્યુ. કોર્પોરેશનની ભારત નગર પી.પી.પી. આવાસ યોજના ને કારણે ટી.પી. સ્કીમના રસ્તાઓ બંધ થઇ ગયા હોય તેને ખોલી આપવા બાબતે મવડીમાં આવેલ શ્યામલકુંજ સોસાયટીનાં રહેવાસીઓ દ્વારા જીલ્લા કલેકટર ને રજુઆત કરવામાં આવી હતી.

આ અંગે રહેવાસીઓએ કલેકટરને પાઠવેલ આવેદનમાં જણાવાયું છે કે, પેન્ટાગોન સ્પીડવેલ પાર્ટી પ્લોટ બાજુમાંથી હયાત રસ્તો મળવા પાત્ર છે. પટેલ સમામાં જવા-આવવા માટે આ રસ્તો પ્લાન પાસમુજબ અનુકુળ છે તથા નવા રીંગ રોડ પર જવા અમે લોકોને આ રસ્તો શાનુકુળ પડે. તો સાહેબશ્રીને નમ્ર અરજ છે તો આ રસ્તામાં પીપીપી ભારતનગરમાં આવી જતા અમારા રસ્તાઓ બંધ કરી દીધેલ છે.

બે રસ્તા સુચિત એક રસ્તો પ્લાન પાસ મુજબના હતા પરંતુ આ સ્કીમ આવતા બધા રસ્તાઓ બંધ કરી દીધેલ છે અને કાયદેસર આવવા- જવા માટે પ્લાન મુજબનું અમને રસ્તો ખોલી આપવા તાત્કાલીક વિનંતી છે. (૧.૧૦)

(4:27 pm IST)