રાજકોટ
News of Saturday, 9th June 2018

ડીફેન્સ અને સનરાઇઝ ગ્રુપ દ્વારા કાલે સર્વરોગ નિદાન કેમ્પ

રાજકોટ તા. ૯ : ડીફેન્સ ગ્રુપ અને સનરાઇઝ ગ્રુપ દ્વારા સતત ત્રીજી વખત નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયુ છે.

સુર્યમુખી બાલાજી મંદિર પાસે, કેવડાવાડી ૧૧/૧૭ નો ખુણો, શાળા નં. ૫૧ ખાતે કાલે રવિવારે સવારે ૯ થી ૧ વાગ્યા સુધી યોજાયેલ આ કેમ્પમાં જનરલ ફીઝીશીયન ડો. નિલેશ ખાનપરા, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. જીમિત છત્રાલા, સાંધાના રોગોના નિષ્ણાંત ડો. હિરેન આકોલા, દાંતના રોગોના નિષ્ણાંત ડો. દિયા ડોબરીયા સેવા આપશે.

સ્થળ પર ઉભા કરાયેલ મેડીકલ સ્ટોરમાંથી દવાઓ પણ એક સપ્તાહ સુધીની વિનામુલ્યે અપાશે. તેમજ કેમ્પ પછી પણ જે તે તબીબની એક વિઝીટ વિનામુલ્યે કરાવી અપાશે.

સર્વરોગ નિદાન કેમ્પનું સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન સવારે ૮.૩૦ ની ૧૦.૩૦ કરાશે. જરૃરતમંદ દર્દીઓએ લાભ લેવા તેમજ વધુ વિગત માટે ચતુરભાઇ પ્રજાપતિ (મો.૮૦૦૦૦ ૭૭૭૦૦), ધાર્મિકભાઇ ખેર (મો.૯૧૫૭૯ ૦૨૭૯૬)નો સપર્ક કરવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં કેમ્પ અંગેની વિગતો વર્ણવતા ગોપાલ અનડકટ, ચતુરસિંહ પ્રજાપતિ, માણસુરભાઇ વાળા, રણજીતભાઇ મુંધવા, ધાર્મિકભાઇ ખેર, મયંકભાઇ ફીચડીયા, વિકીભાઇ ખેર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(4:00 pm IST)