રાજકોટ
News of Saturday, 9th June 2018

પૂર્વ-પશ્ચિમ મામલતદાર કચેરીમાં પ્રાંતનું ચેકીંગઃ ૮ ગુટલીબાજોને ફટકારાતી નોટીસઃ હાજરી પુરવા આદેશો

ત્રણેય મામલતદાર કચેરીમાં ઇન્ડીયન બેન્કના સહયોગથી વોટર કૂલર મૂકાયા... : સુચિત સોસાયટીની ઓન લાઇન કામગીરી ઝડપથી પુરી કરવા સુચનાઃ હાલ નોંધણીની કામગીરી બંધ...

રાજકોટ તા. ૭ :.. રાજકોટ સીટી પ્રાંત ૧ શ્રી એ. ટી.પટેલે, પોતાના તાબા હેઠળની પૂર્વ-પશ્ચિમ મામલતદાર કચેરીમાં કર્મચારીઓની હાજરી-સ્વચ્છતા-કામગીરી અંગે ચેકીંગ કરતા  અનેક નબળાઇઓ છતી થઇ હતી, આઠ જેટલા ગુટણીબાજો ઝડપાયા હતા, આ તમામને ત્રણ-ત્રણ દિ' ની નોટીસ ફટકારી ખૂલાસો પૂછાયો છે, તો, મામલતદારોને નિયમીત હાજરી પુરાય તે જોવા અને હાજરી પત્રકમાં મામલતદાર પણ સહી કરે તે જોવા તાકીદ કરાઇ હતી.

આ ઉપરાંત ચેકીંગ દરમિયાન, ઓફીસોનું રેકર્ડ લોબીમાં પડયુ હોય તે વ્યવસ્થિત કરવા, સુચિત સોસાયટીની કામગીરી ઓન લાઇન ઝડપથી પુર્ણ કરવા અને ત્યાં સુધી  નોંધણીની કામગીરી બંધ રાખવા આદેશો કર્યા હતાં. દરમિયાન ત્રણેય મામલતદાર કચેરીમાં ઇન્ડીયન બેન્કના સહયોગથી વોટર કુલર મુકી દેવાયાનું સાધનોએ કહ્યું હતું. (પ-ર૩)

(4:20 pm IST)