રાજકોટ
News of Friday, 9th April 2021

વોર્ડ નં.૯માં રસીકરણ કેમ્પ

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૯માં ગાર્ડન સીટી- સાધુ  વાસવાણી માર્ગ ખાતે મહાનગરપાલિકા દ્વારા રસીકરણ કેમ્પ યોજાયો હતો. આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો.દર્શીતાબેન શાહ, સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, કોર્પોરેટર જીતુભાઈ કાટોળીયા, શહેર મંત્રી વિક્રમ પુજારા, વોર્ડ મહામંત્રી હિરેન સાપરીયા, વિરેન્દ્ર ભટ્ટ, રાજુભાઈ ઉપાધ્યાય તેમજ સ્થાનીક અગ્રણીઓ સંજયભાઈ ભુવા,  ધર્મેશભાઈ ડઢાણીયા, મયુરભાઈ સેજપાલ, ધર્મેશભાઈ પટેલ, જયેશભાઈ શાહ સહીતના ઉપસ્થિત રહ્યા હતા.

(4:17 pm IST)