રાજકોટ
News of Friday, 9th April 2021

હાશ... વર્ષો પછી... મ.ન.પા.ની લોબીનાં તાળા ખૂલ્યાઃ અરજદારોને રાહત

રાજકોટ : મ.ન.પા.નાં કોંગ્રેસ કાર્યાલય પાસેની લોબીમાં છેલ્લા ૬ થી ૭ વર્ષથી તાળા લગાવી દેવાયેલ. જે તે વખતે ટોળાઓ દ્વારા થતી નુકશાનીનું બહાનુધરી આ તાળા લગાવી દેવાયેલ.

દરમિયાન હવે કોંગ્રેસ કાર્યાલય બંધ છે. માત્ર ૪ કોર્પોરેટરો જ છે. ત્યારે વર્ષો પછી આ લોબીનાં તાળા ખોલી નંખાતાં. અરજદારોને રાહત થઇ છે. જે તસ્વીરમાં દર્શાય છે.

(4:13 pm IST)